व्यवहारेण साधुना दर्शनज्ञानचारित्राणि नित्यमुपास्यानीति प्रतिपाद्यते । तानि पुनस्त्रीण्यपि
परमार्थेनात्मैक एव, वस्त्वन्तराभावात् । यथा देवदत्तस्य कस्यचित् ज्ञानं श्रद्धानमनुचरणं च
देवदत्तस्वभावानतिक्रमाद्देवदत्त एव, न वस्त्वन्तरम्; तथात्मन्यप्यात्मनो ज्ञानं श्रद्धानमनुचरणं
चात्मस्वभावानतिक्रमादात्मैव, न वस्त्वन्तरम् । तत आत्मा एक एवोपास्य इति स्वयमेव प्रद्योतते ।
स किल —
(अनुष्टुभ्)
दर्शनज्ञानचारित्रैस्त्रित्वादेकत्वतः स्वयम् ।
मेचकोऽमेचकश्चापि सममात्मा प्रमाणतः ।।१६।।
સેવવાયોગ્ય છે એમ પોતે ઇરાદો રાખીને બીજાઓને વ્યવહારથી પ્રતિપાદન કરે છે કે ‘સાધુ
પુરુષે દર્શન, જ્ઞાન, ચારિત્ર સદા સેવવાયોગ્ય છે’. પણ પરમાર્થથી જોવામાં આવે તો એ
ત્રણેય એક આત્મા જ છે કારણ કે તેઓ અન્ય વસ્તુ નથી — આત્માના જ પર્યાયો છે. જેમ
કોઈ દેવદત્ત નામના પુરુષનાં જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ, દેવદત્તના સ્વભાવને ઉલ્લંઘતા
નહિ હોવાથી, (તેઓ) દેવદત્ત જ છે — અન્ય વસ્તુ નથી, તેમ આત્મામાં પણ આત્માનાં
જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ, આત્માના સ્વભાવને ઉલ્લંઘતાં નહિ હોવાથી, (તેઓ) આત્મા
જ છે — અન્ય વસ્તુ નથી. માટે એમ સ્વયમેવ સિદ્ધ થાય છે કે એક આત્મા જ સેવન
કરવા યોગ્ય છે.
ભાવાર્થઃ — દર્શન, જ્ઞાન, ચારિત્ર — ત્રણે આત્માના જ પર્યાયો છે, કોઈ જુદી વસ્તુ
નથી; તેથી સાધુ પુરુષોએ એક આત્માનું જ સેવન કરવું એ નિશ્ચય છે અને વ્યવહારથી
અન્યને પણ એ જ ઉપદેશ કરવો.
હવે, એ જ અર્થનો કલશરૂપ શ્લોક કહે છેઃ —
શ્લોકાર્થઃ — [प्रमाणतः] પ્રમાણદ્રષ્ટિથી જોઈએ તો [आत्मा] આ આત્મા [समम् मेचकः
अमेचकः च अपि] એકીસાથે અનેક અવસ્થારૂપ (‘મેચક’) પણ છે અને એક અવસ્થારૂપ
(‘અમેચક’) પણ છે, [दर्शन-ज्ञान-चारित्रैः त्रित्वात्] કારણ કે એને દર્શન-જ્ઞાન-ચારિત્રથી તો
ત્રણપણું છે અને [स्वयम् एकत्वतः] પોતાથી પોતાને એકપણું છે.
ભાવાર્થઃ — પ્રમાણદ્રષ્ટિમાં ત્રિકાળસ્વરૂપ વસ્તુ દ્રવ્યપર્યાયરૂપ જોવામાં આવે છે, તેથી
આત્મા પણ એકીસાથે એકાનેકસ્વરૂપ દેખવો. ૧૬.
હવે નયવિવક્ષા કહે છેઃ —
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૪૭