(अनुष्टुभ्)
दर्शनज्ञानचारित्रैस्त्रिभिः परिणतत्वतः ।
एकोऽपि त्रिस्वभावत्वाद्वयवहारेण मेचकः ।।१७।।
(अनुष्टुभ्)
परमार्थेन तु व्यक्तज्ञातृत्वज्योतिषैककः ।
सर्वभावान्तरध्वंसिस्वभावत्वादमेचकः ।।१८।।
(अनुष्टुभ्)
आत्मनश्चिन्तयैवालं मेचकामेचकत्वयोः ।
दर्शनज्ञानचारित्रैः साध्यसिद्धिर्न चान्यथा ।।१९।।
શ્લોકાર્થઃ — [एकः अपि] આત્મા એક છે તોપણ [व्यवहारेण] વ્યવહારદ્રષ્ટિથી જોઈએ
તો [त्रिस्वभावत्वात्] ત્રણ-સ્વભાવપણાને લીધે [मेचकः] અનેકાકારરૂપ (‘મેચક’) છે, [दर्शन-ज्ञान-
चारित्रैः त्रिभिः परिणतत्वतः] કારણ કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર — એ ત્રણ ભાવે પરિણમે છે.
ભાવાર્થઃ — શુદ્ધદ્રવ્યાર્થિક નયે આત્મા એક છે; આ નયને પ્રધાન કરી કહેવામાં આવે
ત્યારે પર્યાયાર્થિક નય ગૌણ થયો તેથી એકને ત્રણરૂપ પરિણમતો કહેવો તે વ્યવહાર થયો,
અસત્યાર્થ પણ થયો. એમ વ્યવહારનયે આત્માને દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ પરિણામોને લીધે
‘મેચક’ કહ્યો છે. ૧૭.
હવે પરમાર્થનયથી કહે છેઃ —
શ્લોકાર્થઃ — [परमार्थेन तु] શુદ્ધ નિશ્ચયનયથી જોવામાં આવે તો [व्यक्त-ज्ञातृत्व-ज्योतिषा]
પ્રગટ જ્ઞાયકતાજ્યોતિમાત્રથી [एककः] આત્મા એકસ્વરૂપ છે [सर्व-भावान्तर-ध्वंसि-स्वभावत्वात्]
કારણ કે શુદ્ધદ્રવ્યાર્થિક નયથી સર્વ અન્યદ્રવ્યના સ્વભાવો તથા અન્યના નિમિત્તથી થતા વિભાવોને
દૂર કરવારૂપ તેનો સ્વભાવ છે, [अमेचकः] તેથી તે ‘અમેચક’ છે — શુદ્ધ એકાકાર છે.
ભાવાર્થઃ — ભેદદ્રષ્ટિને ગૌણ કરી અભેદદ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા એકાકાર
જ છે, તે જ અમેચક છે. ૧૮.
આત્માને પ્રમાણ-નયથી મેચક, અમેચક કહ્યો, તે ચિંતાને મટાડી જેમ સાધ્યની સિદ્ધિ
થાય તેમ કરવું એમ હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [आत्मनः] આ આત્મા [मेचक-अमेचकत्वयोः] મેચક છે — ભેદરૂપ
અનેકાકાર છે તથા અમેચક છે — અભેદરૂપ એકાકાર છે [चिन्तया एव अलं] એવી ચિંતાથી
૪૮
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-