કહાનજૈનશાસ્ત્રમાળા ]
તો બસ થાઓ. [साध्यसिद्धिः] સાધ્ય આત્માની સિદ્ધિ તો [दर्शन-ज्ञान-चारित्रैः] દર્શન, જ્ઞાન ને ચારિત્ર — એ ત્રણ ભાવોથી જ છે, [न च अन्यथा] બીજી રીતે નથી (એ નિયમ છે).
ભાવાર્થઃ — આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત્ પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ તે સાધ્ય છે. આત્મા મેચક છે કે અમેચક છે એવા વિચારો જ માત્ર કર્યા કરવાથી તે સાધ્ય સિદ્ધ થતું નથી; પરંતુ દર્શન અર્થાત્ શુદ્ધ સ્વભાવનું અવલોકન, જ્ઞાન અર્થાત્ શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું અને ચારિત્ર અર્થાત્ શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા — તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે. આ જ મોક્ષમાર્ગ છે, તે સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી.
વ્યવહારી લોકો પર્યાયમાં – ભેદમાં સમજે છે તેથી અહીં જ્ઞાન, દર્શન, ચારિત્રના ભેદથી સમજાવ્યું છે. ૧૯.
હવે, આ જ પ્રયોજનને બે ગાથાઓમાં દ્રષ્ટાંતથી કહે છેઃ —
ગાથાર્થઃ — [यथा नाम] જેમ [कः अपि] કોઈ [अर्थार्थिकः पुरुषः] ધનનો અર્થી પુરુષ