Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 50 of 642
PDF/HTML Page 81 of 673

 

background image
यथा हि कश्चित्पुरुषोऽर्थार्थी प्रयत्नेन प्रथममेव राजानं जानीते, ततस्तमेव श्रद्धत्ते,
ततस्तमेवानुचरति, तथात्मना मोक्षार्थिना प्रथममेवात्मा ज्ञातव्यः, ततः स एव श्रद्धातव्यः, ततः
स एवानुचरितव्यश्च, साध्यसिद्धेस्तथान्यथोपपत्त्यनुपपत्तिभ्याम्
तत्र यदात्मनोऽनुभूयमानानेकभावसङ्करेऽपि परमविवेककौशलेनायमहमनुभूतिरित्यात्मज्ञानेन
सङ्गच्छमानमेव तथेतिप्रत्ययलक्षणं श्रद्धानमुत्प्लवते तदा समस्तभावान्तरविवेकेन निःशङ्कमवस्थातुं
शक्यत्वादात्मानुचरणमुत्प्लवमानमात्मानं साधयतीति साध्यसिद्धेस्तथोपपत्तिः
[राजानं] રાજાને [ज्ञात्वा] જાણીને [श्रद्दधाति] શ્રદ્ધા કરે છે, [ततः पुनः] ત્યાર બાદ [तं
प्रयत्नेन अनुचरति] તેનું પ્રયત્નપૂર્વક અનુચરણ કરે છે અર્થાત્ તેની સુંદર રીતે સેવા કરે છે,
[एवं हि] એવી જ રીતે [मोक्षकामेन] મોક્ષની ઇચ્છાવાળાએ [जीवराजः] જીવરૂપી રાજાને
[ज्ञातव्यः] જાણવો, [पुनः च] પછી [तथा एव] એ રીતે જ [श्रद्धातव्यः] તેનું શ્રદ્ધાન કરવું
[तु च] અને ત્યાર બાદ [स एव अनुचरितव्यः] તેનું જ અનુચરણ કરવું અર્થાત્ અનુભવ
વડે તન્મય થઈ જવું.
ટીકાનિશ્ચયથી જેમ કોઈ ધન-અર્થી પુરુષ બહુ ઉદ્યમથી પ્રથમ તો રાજાને
જાણે કે આ રાજા છે, પછી તેનું જ શ્રદ્ધાન કરે કે ‘આ અવશ્ય રાજા જ છે, તેનું
સેવન કરવાથી અવશ્ય ધનની પ્રાપ્તિ થશે’ અને ત્યાર પછી તેનું જ અનુચરણ કરે, સેવન
કરે, આજ્ઞામાં રહે, તેને પ્રસન્ન કરે; તેવી રીતે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને
જાણવો, પછી તેનું જ શ્રદ્ધાન કરવું કે ‘આ જ આત્મા છે, તેનું આચરણ કરવાથી અવશ્ય
કર્મોથી છૂટી શકાશે’ અને ત્યાર પછી તેનું જ આચરણ કરવું
અનુભવ વડે તેમાં લીન
થવું; કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ શુદ્ધસ્વરૂપ તેની સિદ્ધિની એ રીતે
ઉપપત્તિ છે, અન્યથા અનુપપત્તિ છે (અર્થાત્
સાધ્યની સિદ્ધિ એ રીતે થાય છે, બીજી રીતે
થતી નથી).
(તે વાત વિશેષ સમજાવે છે) જ્યારે આત્માને, અનુભવમાં આવતા જે
અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં પણ સર્વ પ્રકારે
ભેદજ્ઞાનમાં પ્રવીણપણાથી ‘આ અનુભૂતિ છે તે જ હું છું’ એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત
થતું, આ આત્મા જેવો જાણ્યો તેવો જ છે એવી પ્રતીતિ જેનું લક્ષણ છે એવું, શ્રદ્ધાન
ઉદય થાય છે ત્યારે સમસ્ત અન્યભાવોનો ભેદ થવાથી નિઃશંક ઠરવાને સમર્થ થવાને
લીધે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિની
એ રીતે ઉપપત્તિ છે.
૫૦
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-