यदा त्वाबालगोपालमेव सकलकालमेव स्वयमेवानुभूयमानेऽपि भगवत्यनुभूत्यात्म-
न्यात्मन्यनादिबन्धवशात् परैः सममेकत्वाध्यवसायेन विमूढस्यायमहमनुभूतिरित्यात्मज्ञानं नोत्प्लवते,
तदभावादज्ञातखरशृङ्गश्रद्धानसमानत्वात् श्रद्धानमपि नोत्प्लवते, तदा समस्तभावान्तरविवेकेन
निःशङ्कमवस्थातुमशक्यत्वादात्मानुचरणमनुत्प्लवमानं नात्मानं साधयतीति साध्यसिद्धेरन्यथानुपपत्तिः ।
(मालिनी)
कथमपि समुपात्तत्रित्वमप्येकताया
अपतितमिदमात्मज्योतिरुद्गच्छदच्छम् ।
सततमनुभवामोऽनन्तचैतन्यचिह्नं
न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धिः ।।२०।।
પરંતુ જ્યારે આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળગોપાળ સૌને સદાકાળ
પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશે પર (દ્રવ્યો) સાથે
એકપણાના નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની તેને ‘આ અનુભૂતિ છે તે જ હું છું’ એવું આત્મજ્ઞાન
ઉદય થતું નથી અને તેના અભાવને લીધે, નહિ જાણેલાનું શ્રદ્ધાન ગધેડાનાં શિંગડાંના શ્રદ્ધાન
સમાન હોવાથી, શ્રદ્ધાન પણ ઉદય થતું નથી ત્યારે સમસ્ત અન્યભાવોના ભેદ વડે આત્મામાં
નિઃશંક ઠરવાના અસમર્થપણાને લીધે આત્માનું આચરણ ઉદય નહિ થવાથી આત્માને સાધતું
નથી. આમ સાધ્ય આત્માની સિદ્ધિની અન્યથા અનુપપત્તિ છે.
ભાવાર્થઃ — સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ છે, બીજી રીતે નથી.
કારણ કેઃ — પહેલાં તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું.
ત્યાર બાદ તેની પ્રતીતિરૂપ શ્રદ્ધાન થાય; વિના જાણ્યે શ્રદ્ધાન કોનું? પછી સમસ્ત
અન્યભાવોથી ભેદ કરીને પોતામાં સ્થિર થાય. — એ પ્રમાણે સિદ્ધિ છે. પણ જો જાણે જ
નહિ, તો શ્રદ્ધાન પણ ન થઈ શકે; તો સ્થિરતા શામાં કરે? તેથી બીજી રીતે સિદ્ધિ નથી
એવો નિશ્ચય છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — આચાર્ય કહે છે કેઃ [अनन्तचैतन्यचिह्नं] અનંત (અવિનશ્વર) ચૈતન્ય જેનું
ચિહ્ન છે એવી [इदम् आत्मज्योतिः] આ આત્મજ્યોતિને [सततम् अनुभवामः] અમે નિરંતર
અનુભવીએ છીએ [यस्मात्] કારણ કે [अन्यथा साध्यसिद्धिः न खलु न खलु] તેના અનુભવ
વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ નથી. કેવી છે આત્મજ્યોતિ? [कथम् अपि
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૫૧