ननु ज्ञानतादात्म्यादात्मा ज्ञानं नित्यमुपास्त एव, कुतस्तदुपास्यत्वेनानुशास्यत इति चेत्,
तन्न, यतो न खल्वात्मा ज्ञानतादात्म्येऽपि क्षणमपि ज्ञानमुपास्ते, स्वयम्बुद्धबोधितबुद्धत्वकारण-
पूर्वकत्वेन ज्ञानस्योत्पत्तेः । तर्हि तत्कारणात्पूर्वमज्ञान एवात्मा नित्यमेवाप्रतिबुद्धत्वात् ? एवमेतत् ।
तर्हि कियन्तं कालमयमप्रतिबुद्धो भवतीत्यभिधीयताम् —
कम्मे णोकम्मम्हि य अहमिदि अहकं च कम्म णोकम्मं ।
जा एसा खलु बुद्धी अप्पडिबुद्धो हवदि ताव ।।१९।।
समुपात्तत्रित्वम् अपि एकतायाः अपतितम्] જેણે કોઈ પ્રકારે ત્રણપણું અંગીકાર કર્યું છે તોપણ
જે એકપણાથી ચ્યુત થઈ નથી અને [अच्छम् उद्गच्छत्] જે નિર્મળપણે ઉદય પામી રહી છે.
ભાવાર્થઃ — આચાર્ય કહે છે કે જેને કોઈ પ્રકારે પર્યાયદ્રષ્ટિથી ત્રણપણું પ્રાપ્ત છે તોપણ
શુદ્ધદ્રવ્યદ્રષ્ટિથી જે એકપણાથી રહિત નથી થઈ તથા જે અનંત ચૈતન્યસ્વરૂપ નિર્મળ ઉદયને
પ્રાપ્ત થઈ રહી છે એવી આત્મજ્યોતિનો અમે નિરંતર અનુભવ કરીએ છીએ. આમ કહેવાથી
એવો આશય પણ જાણવો કે જે સમ્યગ્દ્રષ્ટિ પુરુષ છે તે, જેવો અમે અનુભવ કરીએ છીએ
તેવો અનુભવ કરે. ૨૦.
ટીકાઃ — હવે, કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્યસ્વરૂપે છે, જુદો નથી,
તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે; તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં
આવે છે? તેનું સમાધાનઃ તે એમ નથી. જોકે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ્યસ્વરૂપ છે તોપણ
એક ક્ષણમાત્ર પણ જ્ઞાનને સેવતો નથી; કારણ કે સ્વયંબુદ્ધત્વ (પોતે પોતાની મેળે જાણવું તે)
અથવા બોધિતબુદ્ધત્વ (બીજાના જણાવવાથી જાણવું તે) — એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય
છે. (કાં તો કાળલબ્ધિ આવે ત્યારે પોતે જ જાણી લે અથવા તો કોઈ ઉપદેશ દેનાર મળે ત્યારે
જાણે — જેમ સૂતેલો પુરુષ કાં તો પોતે જ જાગે અથવા તો કોઈ જગાડે ત્યારે જાગે.) અહીં
ફરી પૂછે છે કે જો એમ છે તો જાણવાના કારણ પહેલાં શું આત્મા અજ્ઞાની જ છે કેમ કે
તેને સદાય અપ્રતિબુદ્ધપણું છે? તેનો ઉત્તરઃ એ વાત એમ જ છે, તે અજ્ઞાની જ છે.
વળી ફરી પૂછે છે કે આ આત્મા કેટલા વખત સુધી (ક્યાં સુધી) અપ્રતિબુદ્ધ છે તે
કહો. તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ —
નોકર્મ-કર્મે ‘હું’, હુંમાં વળી ‘કર્મ ને નોકર્મ છે’,
– એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. ૧૯.
૫૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-