कर्मणि नोकर्मणि चाहमित्यहकं च कर्म नोकर्म ।
यावदेषा खलु बुद्धिरप्रतिबुद्धो भवति तावत् ।।१९।।
यथा स्पर्शरसगन्धवर्णादिभावेषु पृथुबुध्नोदराद्याकारपरिणतपुद्गलस्कन्धेषु घटोऽयमिति, घटे
च स्पर्शरसगन्धवर्णादिभावाः पृथुबुध्नोदराद्याकारपरिणतपुद्गलस्कन्धाश्चामी इति वस्त्वभेदेनानु-
भूतिस्तथा कर्मणि मोहादिष्वन्तरङ्गेषु नोकर्मणि शरीरादिषु बहिरङ्गेषु चात्मतिरस्कारिषु पुद्गल-
परिणामेष्वहमित्यात्मनि च कर्म मोहादयोऽन्तरङ्गा नोकर्म शरीरादयो बहिरङ्गाश्चात्मतिरस्कारिणः
पुद्गलपरिणामा अमी इति वस्त्वभेदेन यावन्तं कालमनुभूतिस्तावन्तं कालमात्मा भवत्यप्रतिबुद्धः ।
यदा कदाचिद्यथा रूपिणो दर्पणस्य स्वपराकारावभासिनी स्वच्छतैव वह्नेरौष्ण्यं ज्वाला च तथा
नीरूपस्यात्मनः स्वपराकारावभासिनी ज्ञातृतैव पुद्गलानां कर्म नोकर्म चेति स्वतः परतो वा
भेदविज्ञानमूलानुभूतिरुत्पत्स्यते तदैव प्रतिबुद्धो भविष्यति ।
ગાથાર્થઃ — [यावत्] જ્યાં સુધી આ આત્માને [कर्मणि] જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ,
ભાવકર્મ [च] અને [नोकर्मणि] શરીર આદિ નોકર્મમાં [अहं] ‘આ હું છું’ [च] અને [अहकं
कर्म नोकर्म इति] હુંમાં (-આત્મામાં) ‘આ કર્મ-નોકર્મ છે’ — [एषा खलु बुद्धिः] એવી બુદ્ધિ
છે, [तावत्] ત્યાં સુધી [अप्रतिबुद्धः] આ આત્મા અપ્રતિબુદ્ધ [भवति] છે.
ટીકાઃ — જેવી રીતે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવોમાં તથા પહોળું તળિયું,
પેટાળ આદિના આકારે પરિણત થયેલ પુદ્ગલના સ્કંધોમાં ‘આ ઘડો છે’ એમ, અને ઘડામાં
‘આ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવો તથા પહોળું તળિયું, પેટાળ આદિના આકારે પરિણત
પુદ્ગલ-સ્કંધો છે’ એમ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે, તેવી રીતે કર્મ – મોહ આદિ
અંતરંગ પરિણામો તથા નોકર્મ – શરીર આદિ બાહ્ય વસ્તુઓ — કે જેઓ (બધાં) પુદ્ગલના
પરિણામ છે અને આત્માનો તિરસ્કાર કરનારા છે — તેમનામાં ‘આ હું છું’ એમ અને
આત્મામાં ‘આ કર્મ – મોહ આદિ અંતરંગ તથા નોકર્મ – શરીર આદિ બહિરંગ, આત્મ-તિરસ્કારી
(આત્માનો તિરસ્કાર કરનારા) પુદ્ગલ-પરિણામો છે’ એમ વસ્તુના અભેદથી જ્યાં સુધી
અનુભૂતિ છે ત્યાં સુધી આત્મા અપ્રતિબુદ્ધ છે; અને જ્યારે કોઈ વખતે, જેમ રૂપી દર્પણની
સ્વ-પરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા જ્વાળા અગ્નિની
છે તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને ને પરને જાણનારી જ્ઞાતૃતા (જ્ઞાતાપણું) જ છે
અને કર્મ તથા નોકર્મ પુદ્ગલનાં છે એમ પોતાથી જ અથવા પરના ઉપદેશથી જેનું મૂળ
ભેદવિજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જ (આત્મા) પ્રતિબુદ્ધ થશે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૫૩