अहमेदं एदमहं अहमेदस्स म्हि अत्थि मम एदं ।
अण्णं जं परदव्वं सच्चित्ताचित्तमिस्सं वा ।।२०।।
आसि मम पुव्वमेदं एदस्स अहं पि आसि पुव्वं हि ।
होहिदि पुणो ममेदं एदस्स अहं पि होस्सामि ।।२१।।
एयं तु असब्भूदं आदवियप्पं करेदि संमूढो ।
भूदत्थं जाणंतो ण करेदि दु तं असंमूढो ।।२२।।
अहमेतदेतदहं अहमेतस्यास्मि अस्ति ममैतत् ।
अन्यद्यत्परद्रव्यं सचित्ताचित्तमिश्रं वा ।।२०।।
आसीन्मम पूर्वमेतदेतस्याहमप्यासं पूर्वम् ।
भविष्यति पुनर्ममैतदेतस्याहमपि भविष्यामि ।।२१।।
एतत्त्वसद्भूतमात्मविकल्पं करोति सम्मूढः ।
भूतार्थं जानन्न करोति तु तमसम्मूढः ।।२२।।
હું આ અને આ હું, હું છું આનો અને છે મારું આ,
જે અન્ય કો પરદ્રવ્ય મિશ્ર, સચિત્ત અગર અચિત્ત વા; ૨૦.
હતું મારું આ પૂર્વે, હું પણ આનો હતો ગતકાળમાં,
વળી આ થશે મારું અને આનો હું થઈશ ભવિષ્યમાં; ૨૧.
અયથાર્થ આત્મવિકલ્પ આવો, જીવ સંમૂઢ આચરે;
ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે. ૨૨.
ગાથાર્થઃ — [अन्यत् यत् परद्रव्यं] જે પુરુષ પોતાથી અન્ય જે પરદ્રવ્ય — [सचित्ताचित्तमिश्रं
वा] સચિત્ત સ્ત્રીપુત્રાદિક, અચિત્ત ધનધાન્યાદિક અથવા મિશ્ર ગ્રામનગરાદિક — તેને એમ સમજે
કે [अहं एतत्] હું આ છું, [एतत् अहम्] આ દ્રવ્ય મુજ-સ્વરૂપ છે, [अहम् एतस्य अस्मि] હું
આનો છું, [एतत् मम अस्ति] આ મારું છે, [एतत् मम पूर्वम् आसीत्] આ મારું પૂર્વે હતું,
[एतस्य अहम् अपि पूर्वम् आसम्] આનો હું પણ પૂર્વે હતો, [एतत् मम पुनः भविष्यति] આ
મારું ભવિષ્યમાં થશે, [अहम् अपि एतस्य भविष्यामि] હું પણ આનો ભવિષ્યમાં થઈશ, — [एतत्
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૫૫