Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 56 of 642
PDF/HTML Page 87 of 673

 

background image
यथाग्निरिन्धनमस्तीन्धनमग्निरस्त्यग्नेरिन्धनमस्तीन्धनस्याग्निरस्ति, अग्नेरिन्धनं पूर्वमासीदि-
न्धनस्याग्निः पूर्वमासीत्, अग्नेरिन्धनं पुनर्भविष्यतीन्धनस्याग्निः पुनर्भविष्यतीतीन्धन एवा-
सद्भूताग्निविकल्पत्वेनाप्रतिबुद्धः कश्चिल्लक्ष्येत, तथाहमेतदस्म्येतदहमस्ति ममैतदस्त्येतस्याहमस्मि,
ममैतत्पूर्वमासीदेतस्याहं पूर्वमासं, ममैतत्पुनर्भविष्यत्येतस्याहं पुनर्भविष्यामीति परद्रव्य
एवासद्भूतात्मविकल्पत्वेनाप्रतिबुद्धो लक्ष्येतात्मा
नाग्निरिन्धनमस्ति नेन्धनमग्निरस्त्यग्निरग्निरस्तीन्धनमिन्धनमस्ति नाग्नेरिन्धनमस्ति
नेन्धनस्याग्निरस्त्यग्नेरग्निरस्तीन्धनस्येन्धनमस्ति, नाग्नेरिन्धनं पूर्वमासीन्नेन्धनस्याग्निः पूर्वमासी-
दग्नेरग्निः पूर्वमासीदिन्धनस्येन्धनं पूर्वमासीत्
, नाग्नेरिन्धनं पुनर्भविष्यति नेन्धनस्याग्निः
पुनर्भविष्यत्यग्नेरग्निः पुनर्भविष्यतीन्धनस्येन्धनं पुनर्भविष्यतीति कस्यचिदग्नावेव सद्भूताग्नि-
विकल्पवन्नाहमेतदस्मि नैतदहमस्त्यहमहमस्म्येतदेतदस्ति, न ममैतदस्ति नैतस्याहमस्मि ममाहम-
तु असद्भूतम्] આવો જૂઠો [आत्मविकल्पं] આત્મવિકલ્પ [करोति] કરે છે તે [सम्मूढः] મૂઢ છે,
મોહી છે, અજ્ઞાની છે; [तु] અને જે પુરુષ [भूतार्थं] પરમાર્થ વસ્તુસ્વરૂપને [जानन्] જાણતો
થકો [तम्] એવો જૂઠો વિકલ્પ [न करोति] નથી કરતો તે [असम्मूढः] મૂઢ નથી, જ્ઞાની છે.
ટીકા(દ્રષ્ટાંતથી સમજાવે છેઃ) જેમ કોઈ પુરુષ ઇંધન અને અગ્નિને મળેલાં દેખી
એવો જૂઠો વિકલ્પ કરે કે ‘‘અગ્નિ છે તે ઇંધન છે, ઇંધન છે તે અગ્નિ છે; અગ્નિનું ઇંધન
છે, ઇંધનનો અગ્નિ છે; અગ્નિનું ઇંધન પહેલાં હતું, ઇંધનનો અગ્નિ પહેલાં હતો; અગ્નિનું
ઇંધન ભવિષ્યમાં થશે, ઇંધનનો અગ્નિ ભવિષ્યમાં થશે’’;
આવો ઇંધનમાં જ અગ્નિનો વિકલ્પ
કરે તે જૂઠો છે, તેનાથી અપ્રતિબુદ્ધ કોઈ ઓળખાય છે, તેવી રીતે કોઈ આત્મા પરદ્રવ્યમાં
જ અસત્યાર્થ આત્મવિકલ્પ (આત્માનો વિકલ્પ) કરે કે ‘‘હું આ પરદ્રવ્ય છું, આ પરદ્રવ્ય
મુજસ્વરૂપ છે; મારું આ પરદ્રવ્ય છે, આ પરદ્રવ્યનો હું છું; મારું આ પહેલાં હતું, હું આનો
પહેલાં હતો; મારું આ ભવિષ્યમાં થશે, હું આનો ભવિષ્યમાં થઈશ’’;
આવા જૂઠા વિકલ્પથી
અપ્રતિબુદ્ધ ઓળખાય છે.
વળી અગ્નિ છે તે ઇંધન નથી, ઇંધન છે તે અગ્નિ નથી,અગ્નિ છે તે અગ્નિ જ
છે, ઇંધન છે તે ઇંધન જ છે; અગ્નિનું ઇંધન નથી, ઇંધનનો અગ્નિ નથી,અગ્નિનો જ અગ્નિ
છે, ઇંધનનું ઇંધન છે; અગ્નિનું ઇંધન પહેલાં હતું નહિ, ઇંધનનો અગ્નિ પહેલાં હતો નહિ,
અગ્નિનો અગ્નિ પહેલાં હતો, ઇંધનનું ઇંધન પહેલાં હતું; અગ્નિનું ઇંધન ભવિષ્યમાં થશે નહિ,
ઇંધનનો અગ્નિ ભવિષ્યમાં થશે નહિ,
અગ્નિનો અગ્નિ જ ભવિષ્યમાં થશે, ઇંધનનું ઇંધન
જ ભવિષ્યમાં થશે;આ પ્રમાણે જેમ કોઈને અગ્નિમાં જ સત્યાર્થ અગ્નિનો વિકલ્પ થાય તે
૫૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-