स्म्येतस्यैतदस्ति, न ममैतत्पूर्वमासीन्नैतस्याहं पूर्वमासं ममाहं पूर्वमासमेतस्यैतत्पूर्वमासीत्, न
ममैतत्पुनर्भविष्यति नैतस्याहं पुनर्भविष्यामि ममाहं पुनर्भविष्याम्येतस्यैतत्पुनर्भविष्यतीति स्वद्रव्य एव
सद्भूतात्मविकल्पस्य प्रतिबुद्धलक्षणस्य भावात् ।
(मालिनी)
त्यजतु जगदिदानीं मोहमाजन्मलीढं
रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत् ।
इह कथमपि नात्मानात्मना साकमेकः
किल कलयति काले क्वापि तादात्म्यवृत्तिम् ।।२२।।
પ્રતિબુદ્ધનું લક્ષણ છે, તેવી જ રીતે ‘‘હું આ પરદ્રવ્ય નથી, આ પરદ્રવ્ય મુજસ્વરૂપ નથી, —
હું તો હું જ છું, પરદ્રવ્ય છે તે પરદ્રવ્ય જ છે; મારું આ પરદ્રવ્ય નથી, આ પરદ્રવ્યનો હું
નથી, — મારો જ હું છું, પરદ્રવ્યનું પરદ્રવ્ય છે; આ પરદ્રવ્ય મારું પહેલાં હતું નહિ, આ
પરદ્રવ્યનો હું પહેલાં હતો નહિ, — મારો હું જ પહેલાં હતો, પરદ્રવ્યનું પરદ્રવ્ય પહેલાં
હતું; આ પરદ્રવ્ય મારું ભવિષ્યમાં થશે નહિ, એનો હું ભવિષ્યમાં થઈશ નહિ, — હું મારો
જ ભવિષ્યમાં થઈશ, આ(પરદ્રવ્ય)નું આ (પરદ્રવ્ય) ભવિષ્યમાં થશે.’’ — આવો જે સ્વદ્રવ્યમાં
જ સત્યાર્થ આત્મવિકલ્પ થાય છે તે જ પ્રતિબુદ્ધનું લક્ષણ છે, તેનાથી તે ઓળખાય છે.
ભાવાર્થઃ — જે પરદ્રવ્યમાં આત્માનો વિકલ્પ કરે છે તે તો અજ્ઞાની છે અને જે પોતાના
આત્માને જ પોતાનો માને છે તે જ્ઞાની છે — એમ અગ્નિ-ઇંધનના દ્રષ્ટાંત દ્વારા દ્રઢ કર્યું છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [जगत्] જગત અર્થાત્ જગતના જીવો [आजन्मलीढं मोहम्] અનાદિ
સંસારથી માંડીને આજ સુધી અનુભવ કરેલા મોહને [इदानीं त्यजतु] હવે તો છોડો અને
[रसिकानां रोचनं] રસિક જનોને રુચિકર, [उद्यत् ज्ञानम्] ઉદય થઈ રહેલું જે જ્ઞાન તેને
[रसयतु] આસ્વાદો; કારણ કે [इह] આ લોકમાં [आत्मा] આત્મા છે તે [किल] ખરેખર [कथम्
अपि] કોઈ પ્રકારે [अनात्मना साकम्] અનાત્મા (પરદ્રવ્ય) સાથે [क्व अपि काले] કોઈ કાળે
પણ [तादात्म्यवृत्तिम् कलयति न] તાદાત્મ્યવૃત્તિ (એકપણું) પામતો નથી, કેમ કે [एकः] આત્મા
એક છે તે અન્ય દ્રવ્ય સાથે એકતારૂપ થતો નથી.
ભાવાર્થઃ — આત્મા પરદ્રવ્ય સાથે કોઈ પ્રકારે કોઈ કાળે એકતાના ભાવને પામતો
નથી. એ રીતે આચાર્યે, અનાદિથી પરદ્રવ્ય પ્રત્યે લાગેલો જે મોહ છે તેનું ભેદવિજ્ઞાન બતાવ્યું
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૫૭
8