૮૦
પામે છે. દ્રષ્ટાંત — (तोयवत्) પાણીની માફક. શું કરતો થકો? ‘‘आत्मानम् आत्मनि सदा आहरन्’’ પોતાને પોતામાં નિરન્તર અનુભવતો થકો. કેવો છે આત્મા? ‘‘तदेकरसिनाम् विज्ञानैकरसः’’ (तदेकरसिनाम्) અનુભવરસિક છે જે પુરુષો તેમને (विज्ञानैकरसः) જ્ઞાનગુણ-આસ્વાદરૂપ છે. કેવો થયો છે? ‘‘निजौघात् च्युतः’’ (निजौघात्) જેમ પાણીનો શીત, સ્વચ્છ, દ્રવત્વ સ્વભાવ છે, તે સ્વભાવથી ક્યારેક ચ્યુત થાય છે, પોતાના સ્વભાવને છોડે છે, તેમ જીવદ્રવ્યનો સ્વભાવ કેવળજ્ઞાન, કેવળદર્શન, અતીન્દ્રિય સુખ ઇત્યાદિ અનંત ગુણસ્વરૂપ છે, તેનાથી (च्युतः) અનાદિ કાળથી ભ્રષ્ટ થયો છે, વિભાવરૂપ પરિણમ્યો છે. ભ્રષ્ટપણું જે રીતે છે તે કહે છે – ‘‘दूरं भूरिविकल्पजालगहने भ्राम्यन्’’ (दूरं) અનાદિ કાળથી (भूरि) અતિ બહુ છે (विकल्प) કર્મજનિત જેટલા ભાવ તેમનામાં આત્મરૂપ સંસ્કારબુદ્ધિ, તેનો (जाल) સમૂહ, તે જ છે (गहने) અટવી – વન, તેમાં (भ्राम्यन्) ભ્રમણ કરતો થકો. ભાવાર્થ આમ છે કે — જેમ પાણી પોતાના સ્વાદથી ભ્રષ્ટ થયું થકું નાના વૃક્ષોરૂપે પરિણમે છે તેમ જીવદ્રવ્ય પોતાના શુદ્ધસ્વરૂપથી ભ્રષ્ટ થયું થકું નાના પ્રકારના ચતુર્ગતિપર્યાયરૂપે પોતાને આસ્વાદે છે. થયો તો કેવો થયો? ‘‘बलात् निजौघं नीतः’’ (बलात्) બળજોરીથી (निजौघं) પોતાની શુદ્ધસ્વરૂપલક્ષણ નિષ્કર્મ અવસ્થા (नीतः) તે-રૂપ પરિણમ્યો છે. આવો જે કારણથી થયો તે કહે છે – ‘‘दूरात् एव’’ અનંત કાળ ફરતાં પ્રાપ્ત થયો છે એવો જે ‘‘विवेकनिम्नगमनात्’’ (विवेक) શુદ્ધસ્વરૂપનો અનુભવ એવો જે (निम्नगमनात्) નીચો માર્ગ, તે કારણથી જીવદ્રવ્યનું જેવું સ્વરૂપ હતું તેવું પ્રગટ થયું. ભાવાર્થ આમ છે કે – જેવી રીતે પાણી પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થાય છે, કાળ નિમિત્ત પામી ફરીને જળરૂપ થાય છે. નીચા માર્ગથી ઢળતું થકું પુંજરૂપ પણ થાય છે, તેવી રીતે જીવદ્રવ્ય અનાદિથી સ્વરૂપથી ભ્રષ્ટ છે, શુદ્ધસ્વરૂપલક્ષણ સમ્યક્ત્વગુણ પ્રગટ થતાં મુક્ત થાય છે. આવો દ્રવ્યનો પરિણામ છે. ૪૯ – ૯૪.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘सविकल्पस्य कर्तृकर्मत्वं जातु न नश्यति’’ (सविकल्पस्य) કર્મજનિત છે જે અશુદ્ધ રાગાદિ ભાવ તેમને પોતારૂપ જાણે છે એવા