કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધસ્વરૂપ આત્મા (भाति) પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે છે. જે રીતે પરિણમે છે તે કહે છે – ‘‘नयानां पक्षैः विना अचलं अविकल्पभावम् आक्रामन्’’ (नयानां) દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક એવા જે અનેક વિકલ્પો તેમનો (पक्षैः विना) પક્ષપાત કર્યા વિના, (अचलं) ત્રણે કાળ એકરૂપ છે એવી (अविकल्पभावम्) નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યવસ્તુ તે-રૂપ (आक्रामम्) જે રીતે શુદ્ધસ્વરૂપ છે તે રીતે પરિણમતો થકો. ભાવાર્થ આમ છે કે – જેટલા નય છે તેટલા શ્રુતજ્ઞાનરૂપ છે; શ્રુતજ્ઞાન પરોક્ષ છે, અનુભવ પ્રત્યક્ષ છે; તેથી શ્રુતજ્ઞાન વિના જે જ્ઞાન છે તે પ્રત્યક્ષ અનુભવે છે. તેથી પ્રત્યક્ષપણે અનુભવતો થકો જે કોઈ શુદ્ધસ્વરૂપ આત્મા ‘‘सः विज्ञानैकरसः’’ તે જ જ્ઞાનપુંજ વસ્તુ છે એમ કહેવાય છે, ‘‘सः भगवान्’’ તે જ પરબ્રહ્મ પરમેશ્વર એમ કહેવાય છે, ‘‘एषः पुण्यः’’ તે જ પવિત્ર પદાર્થ એમ પણ કહેવાય છે, ‘‘एषः पुराणः’’ તે જ અનાદિનિધન વસ્તુ એમ પણ કહેવાય છે, ‘‘एषः पुमान्’’ તે જ અનંત ગુણે બિરાજમાન પુરુષ એમ પણ કહેવાય છે, ‘‘अयं ज्ञानं दर्शनम् अपि’’ તે જ સમ્યગ્દર્શન સમ્યગ્જ્ઞાન એમ પણ કહેવાય છે. ‘‘अथवा किम्’’ બહુ શું કહીએ? ‘‘अयम् एकः यत् किञ्चन अपि’’ (अयम् एकः) આ જે છે શુદ્ધચૈતન્યવસ્તુની પ્રાપ્તિ (यत् किञ्चन अपि) તેને જે કાંઈ કહીએ તે જ છે, જેવી પણ કહેવામાં આવે તેવી જ છે. ભાવાર્થ આમ છે કે – શુદ્ધચૈતન્યમાત્રવસ્તુપ્રકાશ નિર્વિકલ્પ એકરૂપ છે, તેનાં નામનો મહિમા કરવામાં આવે તો અનંત નામ કહીએ તેટલાં પણ ઘટે, વસ્તુ તો એકરૂપ છે. કેવો છે તે શુદ્ધસ્વરૂપ આત્મા? ‘‘निभृतैः स्वयं आस्वाद्यमानः’’ નિશ્ચલ જ્ઞાની પુરુષો વડે પોતે સ્વયં અનુભવશીલ છે. ૪૮ – ૯૩.
दूरादेव विवेकनिम्नगमनान्नीतो निजौघं बलात् ।
आत्मन्येव सदा गतानुगततामायात्ययं तोयवत् ।।४९-९४।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अयं आत्मा गतानुगततां आयाति तोयवत्’’ (अयं) દ્રવ્યરૂપ વિદ્યમાન છે એવો (आत्मा) આત્મા અર્થાત્ ચેતનપદાર્થ (गतानुगतताम्) સ્વરૂપથી નષ્ટ થયો હતો તે, પાછો તે સ્વરૂપને પ્રાપ્ત થયો એવા ભાવને (आयाति)