૮૨
અંધકાર હોતો નથી, અંધકાર હોતાં પ્રકાશ હોતો નથી, તેમ સમ્યક્ત્વના પરિણામ હોતાં મિથ્યાત્વપરિણમન હોતું નથી. તેથી એક કાળે એક પરિણામરૂપે જીવદ્રવ્ય પરિણમે છે, તે પરિણામનું તે કર્તા હોય છે. માટે મિથ્યાદ્રષ્ટિ જીવ કર્મનો કર્તા, સમ્યગ્દ્રષ્ટિ જીવ કર્મનો અકર્તા – એવો સિદ્ધાન્ત સિદ્ધ થયો. ૫૧ – ૯૬.
ज्ञप्तौ करोतिश्च न भासतेऽन्तः ।
ज्ञाता न कर्तेति ततः स्थितं च ।।५२-९७।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अन्तः’’ સૂક્ષ્મ દ્રવ્યસ્વરૂપ દ્રષ્ટિથી ‘‘ज्ञप्तिः करोतौ न हि भासते’’ (ज्ञप्तिः) જ્ઞાનગુણ અને (करोतौ) મિથ્યાત્વ-રાગાદિરૂપ ચીકાશ એમનામાં (न हि भासते) એકત્વપણું નથી. ભાવાર્થ આમ છે કે — સંસાર- અવસ્થા(રૂપ) મિથ્યાદ્રષ્ટિ જીવને જ્ઞાનગુણ પણ છે અને રાગાદિ ચીકાશ પણ છે; કર્મબંધ થાય છે તે રાગાદિ ચીકાશથી થાય છે, જ્ઞાનગુણના પરિણમનથી થતો નથી; એવું વસ્તુનું સ્વરૂપ છે. તથા ‘‘ज्ञप्तौ करोतिः अन्तः न भासते’’ (ज्ञप्तौ) જ્ઞાનગુણને વિષે (करोतिः) અશુદ્ધ રાગાદિ પરિણમનનું (अन्तः न भासते) અંતરંગમાં એકત્વપણું નથી. ‘‘ततः ज्ञप्तिः करोतिः च विभिन्ने’’ (ततः) તે કારણથી (ज्ञप्तिः) જ્ઞાનગુણ અને (करोतिः) અશુદ્ધપણું (विभिन्ने) ભિન્ન ભિન્ન છે, એકરૂપ તો નથી. ભાવાર્થ આમ છે કે – જ્ઞાનગુણ અને અશુદ્ધપણું, દેખતાં તો મળેલાં જેવાં દેખાય છે, પરંતુ સ્વરૂપથી ભિન્ન ભિન્ન છે. વિવરણ – જાણપણામાત્ર જ્ઞાનગુણ છે, તેમાં ગર્ભિત એ જ દેખાય છે; ચીકાશ તે રાગાદિ છે, તેથી અશુદ્ધપણું કહેવાય છે. ‘‘ततः स्थितं ज्ञाता न कर्ता’’ (ततः) તે કારણથી (स्थितं) આવો સિદ્ધાન્ત નિષ્પન્ન થયો — (ज्ञाता) સમ્યગ્દ્રષ્ટિ પુરુષ (न कर्ता) રાગાદિ અશુદ્ધ પરિણામનો કર્તા હોતો નથી. ભાવાર્થ આમ છે કે – દ્રવ્યના સ્વભાવથી જ્ઞાનગુણ કર્તા નથી, અશુદ્ધપણું કર્તા છે; પરંતુ સમ્યગ્દ્રષ્ટિને અશુદ્ધપણું નથી, તેથી સમ્યગ્દ્રષ્ટિ કર્તા નથી. ૫૨ – ૯૭.