કહાનજૈનશાસ્ત્રમાળા ]
द्वन्द्वं विप्रतिषिध्यते यदि तदा का कर्तृकर्मस्थितिः ।
ज्ञाता ज्ञातरि कर्म कर्मणि सदा व्यक्तेति वस्तुस्थिति-
र्नेपथ्ये बत नानटीति रभसा मोहस्तथाप्येष किम् ।।५३-९८।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘कर्ता कर्मणि नियतं नास्ति’’ (कर्ता) મિથ્યાત્વ- રાગાદિ અશુદ્ધપરિણામપરિણત જીવ (कर्मणि) જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડમાં (नियतं) નિશ્ચયથી (नास्ति) નથી અર્થાત્ એ બંનેમાં એકદ્રવ્યપણું નથી; ‘‘तत् कर्म अपि कर्तरि नास्ति’’ (तत् कर्म अपि) તે જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડ પણ (कर्तरि) અશુદ્ધભાવપરિણત મિથ્યાદ્રષ્ટિ જીવમાં (नास्ति) નથી અર્થાત્ એ બંનેમાં એકદ્રવ્યપણું નથી. ‘‘यदि द्वन्द्वं विप्रतिषिध्यते तदा कर्तृकर्मस्थितिः का’’ (यदि) જો (द्वन्द्वं) જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યના એકત્વપણાનો (विप्रतिषिध्यते) નિષેધ કર્યો છે (तदा) તો (कर्तृकर्मस्थितिः का) ‘જીવ કર્તા અને જ્ઞાનાવરણાદિ કર્મ’ એવી વ્યવસ્થા ક્યાંથી ઘટે? અર્થાત્ ન ઘટે. ‘‘ज्ञाता ज्ञातरि’’ જીવદ્રવ્ય પોતાના દ્રવ્ય સાથે એકત્વપણે છે; ‘‘सदा’’ બધાય કાળે આવું વસ્તુનું સ્વરૂપ છે; ‘‘कर्म कर्मणि’’ જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડ પોતાના પુદ્ગલપિંડરૂપ છે; — ‘‘इति वस्तुस्थितिः व्यक्ता’’ (इति) આ રૂપે (वस्तुस्थितिः) દ્રવ્યનું સ્વરૂપ (व्यक्ता) અનાદિનિધનપણે પ્રગટ છે. ‘‘तथापि एषः मोहः नेपथ्ये बत कथं रभसा नानटीति’’ (तथापि) વસ્તુનું સ્વરૂપ તો આવું છે, જેવું કહ્યું તેવું, તોપણ (एषः मोहः) આ છે જે જીવદ્રવ્ય-પુદ્ગલદ્રવ્યના એકત્વરૂપ બુદ્ધિ તે (नेपथ्ये) મિથ્યામાર્ગમાં, (बत) આ વાતનો અચંબો છે કે, (रभसा) નિરન્તર (कथं नानटीति) કેમ પ્રવર્તે છે? – આ પ્રકારે વાતનો વિચાર કેમ છે? ભાવાર્થ આમ છે કે – જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય ભિન્ન ભિન્ન છે, મિથ્યાત્વરૂપ પરિણમેલો જીવ એકરૂપ જાણે છે તેનો ઘણો અચંબો છે. ૫૩ – ૯૮.
હવે મિથ્યાદ્રષ્ટિ એકરૂપ જાણો તોપણ જીવ-પુદ્ગલ ભિન્ન ભિન્ન છે એમ કહે છેઃ —