૮૪
ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गलः पुद्गलोऽपि ।
श्चिच्छक्तीनां निकरभरतोऽत्यन्तगम्भीरमेतत् ।।५४-९९।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘एतत् ज्ञानज्योतिः तथा ज्वलितम्’’ (एतत् ज्ञानज्योतिः) વિદ્યમાન શુદ્ધચૈતન્યપ્રકાશ (तथा ज्वलितम्) જેવો હતો તેવો પ્રગટ થયો. કેવો છે? ‘‘अचलं’’ સ્વરૂપથી ચલાયમાન થતો નથી. વળી કેવો છે? ‘‘अन्तः व्यक्तम्’’ અસંખ્યાત પ્રદેશોમાં પ્રગટ છે. વળી કેવો છે? ‘‘उच्चैः अत्यन्तगम्भीरम्’’ અત્યન્ત અત્યન્ત ગંભીર છે અર્થાત્ અનન્તથી અનન્ત શક્તિએ બિરાજમાન છે. શાથી ગંભીર છે? ‘‘चिच्छक्तीनां निकरभरतः’’ (चित्-शक्तीनां) જ્ઞાનગુણના જેટલા નિરંશ ભેદ-ભાગ તેમના (निकरभरतः) અનન્તાનન્ત સમૂહ હોય છે, તેમનાથી અત્યન્ત ગંભીર છે. હવે જ્ઞાનગુણનો પ્રકાશ થતાં જે કાંઈ ફળસિદ્ધિ છે તે કહે છે — ‘‘यथा कर्ता कर्ता न भवति’’ (यथा) જ્ઞાનગુણ એવી રીતે પ્રગટ થયો કે, (कर्ता) અજ્ઞાનપણા સહિત જીવ મિથ્યાત્વપરિણામનો કર્તા થતો હતો તે તો (कर्ता न भवति) જ્ઞાનપ્રકાશ થતાં અજ્ઞાનભાવનો કર્તા થતો નથી, ‘‘कर्म अपि कर्म एव न’’ (कर्म अपि) મિથ્યાત્વ-રાગાદિવિભાવ કર્મ પણ (कर्म एव न भवति) રાગાદિરૂપ થતું નથી; ‘‘यथा च’’ અને વળી ‘‘ज्ञानं ज्ञानं भवति’’ જે શક્તિ વિભાવપરિણમનરૂપ પરિણમી હતી તે જ પાછી પોતાના સ્વભાવરૂપ થઈ, ‘‘यथा पुद्गलः अपि पुद्गलः’’ (यथा पुद्गलः अपि) અને જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પરિણમ્યું હતું જે પુદ્ગલદ્રવ્ય તે જ (पुद्गलः) કર્મપર્યાય છોડીને પુદ્ગલદ્રવ્ય થયું. ૫૪ – ૯૯.