द्वितयतां गतमैक्यमुपानयन् ।
स्वयमुदेत्यवबोधसुधाप्लवः ।।१-१००।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अयं अवबोधसुधाप्लवः स्वयम् उदेति’’ (अयं) વિદ્યમાન (अवबोध) શુદ્ધજ્ઞાનપ્રકાશ, તે જ છે (सुधाप्लवः) ચંદ્રમા, તે (स्वयम् उदेति) જેવો છે તેવો પોતાના તેજઃપુંજ વડે પ્રગટ થાય છે. કેવો છે? ‘‘ग्लपितनिर्भरमोहरजा’’ (ग्लपित) દૂર કર્યો છે (निर्भर) અતિશય ગાઢ (मोहरजा) મિથ્યાત્વ-અંધકાર જેણે એવો છે. ભાવાર્થ આમ છે કે – ચંદ્રમાનો ઉદય થતાં અંધકાર મટે છે, શુદ્ધજ્ઞાનપ્રકાશ થતાં મિથ્યાત્વપરિણમન મટે છે. શું કરતો થકો જ્ઞાનચંદ્રમા ઉદય પામે છે? ‘‘अथ तत् कर्म ऐक्यं उपानयन्’’ (अथ) અહીંથી શરૂ કરીને (तत् कर्म) રાગાદિ અશુદ્ધ- ચેતનાપરિણામરૂપ અથવા જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડરૂપ કર્મ, તેમનું (ऐक्यम् उपानयन्) એકત્વપણું સાધતો થકો. કેવું છે કર્મ? ‘‘द्वितयतां गतम्’’ બે-પણું કરે છે. કેવું બે- પણું? ‘‘शुभाशुभभेदतः’’ (शुभ) ભલું (अशुभ) બૂરું એવો (भेदतः) ભેદ કરે છે. ભાવાર્થ આમ છે કે — કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવનો અભિપ્રાય એવો છે કે દયા, વ્રત, તપ, શીલ, સંયમ આદિથી માંડીને જેટલી છે શુભ ક્રિયા અને શુભ ક્રિયાને અનુસાર છે તે-રૂપ જે શુભોપયોગપરિણામ તથા તે પરિણામોના નિમિત્તથી બંધાય છે જે શાતાકર્મ- આદિથી માંડીને પુણ્યરૂપ પુદ્ગલપિંડ, તે ભલાં છે, જીવને સુખકારી છે; હિંસા- વિષય-કષાયરૂપ જેટલી છે ક્રિયા, તે ક્રિયાને અનુસાર અશુભોપયોગરૂપ