૮૬
સંકલેશપરિણામ, તે પરિણામોના નિમિત્તથી થાય છે જે અશાતાકર્મ-આદિથી માંડીને પાપબંધરૂપ પુદ્ગલપિંડ, તે બૂરાં છે, જીવને દુઃખકર્તા છે. આવું કોઈ જીવ માને છે તેના પ્રતિ સમાધાન આમ છે કે — જેમ અશુભકર્મ જીવને દુઃખ કરે છે તેમ શુભકર્મ પણ જીવને દુઃખ કરે છે. કર્મમાં તો ભલું કોઈ નથી, પોતાના મોહને લઈને મિથ્યાદ્રષ્ટિ જીવ કર્મને ભલું કરીને માને છે. આવી ભેદપ્રતીતિ શુદ્ધસ્વરૂપનો અનુભવ થયો ત્યારથી હોય છે. ૧ – ૧૦૦.
એમ જે કહ્યું કે કર્મ એકરૂપ છે, તેના પ્રતિ દ્રષ્ટાન્ત કહે છે —
दन्यः शूद्रः स्वयमहमिति स्नाति नित्यं तयैव ।
शूद्रौ साक्षादपि च चरतो जातिभेदभ्रमेण ।।२-१०१।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘द्वौ अपि एतौ साक्षात् शूद्रौ’’ (द्वौ अपि) વિદ્યમાન બંને (एतौ) એવા છે — (साक्षात्) નિઃસંદેહપણે (शूद्रौ) બંને ચંડાળ છે. શાથી? ‘‘शूद्रिकायाः उदरात् युगपत् निर्गतौ’’ કારણ કે (शूद्रिकायाः उदरात्) ચંડાલણીના પેટથી (युगपत् निर्गतौ) એકીસાથે જન્મ્યા છે. ભાવાર્થ આમ છે કે — કોઈ ચંડાલણીએ યુગલ બે પુત્ર એકીસાથે જણ્યા; કર્મોના યોગથી એક પુત્ર બ્રાહ્મણનો પ્રતિપાલિત થયો, તે તો બ્રાહ્મણની ક્રિયા કરવા લાગ્યો; બીજો પુત્ર ચંડાલણીનો પ્રતિપાલિત થયો, તે તો ચંડાળની ક્રિયા કરવા લાગ્યો. હવે જો બંનેના વંશની ઉત્પત્તિ વિચારીએ તો બંને ચંડાળ છે. તેવી રીતે કોઈ જીવો દયા, વ્રત, શીલ, સંયમમાં મગ્ન છે, તેમને શુભકર્મ બંધ પણ થાય છે; કોઈ જીવો હિંસા-વિષય-કષાયમાં મગ્ન છે, તેમને પાપબંધ પણ થાય છે. તે બંને પોતપોતાની ક્રિયામાં મગ્ન છે, મિથ્યા દ્રષ્ટિથી એમ માને છે કે શુભકર્મ ભલું, અશુભકર્મ બૂરું; તેથી આવા બંને જીવો મિથ્યાદ્રષ્ટિ છે, બંને જીવો કર્મબંધકરણશીલ છે. કેવા છે તેઓ? ‘‘अथ च जातिभेदभ्रमेण चरतः’’ (अथ च) બંને ચંડાળ છે તોપણ (जातिभेद) જાતિભેદ અર્થાત્ બ્રાહ્મણ-શૂદ્ર એવા વર્ણભેદ તે-રૂપ છે