કહાનજૈનશાસ્ત્રમાળા ]
કોઈ કર્મ બૂરું એમ તો નથી, બધુંય કર્મ દુઃખરૂપ છે. ‘‘तत् एकम् बन्धमार्गाश्रितम् इष्टं’’ (तत्) કર્મ (एकम्) નિઃસંદેહપણે (बन्धमार्गाश्रितम्) બંધને કરે છે, (इष्टं) ગણધરદેવે એવું માન્યું છે. શા કારણથી? કારણ કે ‘‘खलु समस्तं स्वयं बन्धहेतुः’’ (खलु) નિશ્ચયથી (समस्तं) સર્વ કર્મજાતિ (स्वयं बन्धहेतुः) પોતે પણ બંધરૂપ છે. ભાવાર્થ આમ છે કે — પોતે મુક્તસ્વરૂપ હોય તો કદાચિત્ મુક્તિને કરે; કર્મજાતિ પોતે સ્વયં બંધપર્યાયરૂપ પુદ્ગલપિંડપણે બંધાયેલી છે, તે મુક્તિ કઈ રીતે કરશે? તેથી કર્મ સર્વથા બંધમાર્ગ છે. ૩ – ૧૦૨.
बन्धसाधनमुशन्त्यविशेषात् ।
ज्ञानमेव विहितं शिवहेतुः ।।४-१०३।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘यत् सर्वविदः सर्वम् अपि कर्म अविशेषात् बन्धसाधनम् उशन्ति’’ (यत्) જે કારણથી (सर्वविदः) સર્વજ્ઞ વીતરાગ, (सर्वम् अपि कर्म) જેટલી શુભરૂપ વ્રત-સંયમ-તપ-શીલ-ઉપવાસ ઇત્યાદિ ક્રિયા અથવા વિષય-કષાય- અસંયમ ઇત્યાદિ ક્રિયા તેને (अविशेषात्) એકસરખી દ્રષ્ટિથી (बन्धसाधनम् उशन्ति) બંધનું કારણ કહે છે, [ભાવાર્થ આમ છે કે — જેવી રીતે જીવને અશુભ ક્રિયા કરતાં બંધ થાય છે તેવી જ રીતે શુભ ક્રિયા કરતાં જીવને બંધ થાય છે, બંધનમાં તો વિશેષ કાંઈ નથી;] ‘‘तेन तत् सर्वम् अपि प्रतिषिद्धं’’ (तेन) તે કારણથી (तत्) કર્મ (सर्वम् अपि) શુભરૂપ અથવા અશુભરૂપ (प्रतिषिद्धं) નિષિદ્ધ કર્યું અર્થાત્ કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ શુભ ક્રિયાને મોક્ષમાર્ગ જાણીને પક્ષ કરે છે તેનો નિષેધ કર્યો; એવો ભાવ સ્થાપિત કર્યો કે મોક્ષમાર્ગ કોઈ કર્મ નથી. ‘‘एव ज्ञानम् शिवहेतुः विहितं’’ (एव) નિશ્ચયથી (ज्ञानम्) શુદ્ધસ્વરૂપ-અનુભવ (शिवहेतुः) મોક્ષમાર્ગ છે, (विहितं) અનાદિ પરંપરારૂપ એવો ઉપદેશ. ૪ – ૧૦૩.