Samaysar Kalash Tika (Gujarati).

< Previous Page   Next Page >


Page 88 of 269
PDF/HTML Page 110 of 291

 

૮૮

સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-

ખંડાન્વય સહિત અર્થઃઅહીં કોઈ મતાંતરરૂપ થઈને આશંકા કરે છેએમ કહે છે કે કર્મભેદ છેઃ કોઈ કર્મ શુભ છે, કોઈ કર્મ અશુભ છે. શા કારણથી? હેતુભેદ છે, સ્વભાવભેદ છે, અનુભવભેદ છે, આશ્રય ભિન્ન છે; ચાર ભેદોના કારણે કર્મભેદ છે. ત્યાં હેતુનો અર્થાત્ કારણનો ભેદ છે. વિવરણ સંકલેશપરિણામથી અશુભકર્મ બંધાય છે, વિશુદ્ધપરિણામથી શુભબંધ થાય છે. સ્વભાવભેદ અર્થાત્ પ્રકૃતિભેદ છે. વિવરણઅશુભકર્મસંબંધી પ્રકૃતિ ભિન્ન છે પુદ્ગલકર્મવર્ગણા ભિન્ન છે; શુભકર્મસંબંધી પ્રકૃતિ ભિન્ન છેપુદ્ગલકર્મવર્ગણા પણ ભિન્ન છે. અનુભવ અર્થાત્ કર્મનો રસ, તેનો પણ ભેદ છે. વિવરણ અશુભકર્મના ઉદયે જીવ નારકી થાય છે અથવા તિર્યંચ થાય છે અથવા હીન મનુષ્ય થાય છે, ત્યાં અનિષ્ટ વિષયસંયોગરૂપ દુઃખને પામે છે; અશુભ કર્મનો સ્વાદ એવો છે. શુભ કર્મના ઉદયે જીવ દેવ થાય છે અથવા ઉત્તમ મનુષ્ય થાય છે, ત્યાં ઇષ્ટ વિષયસંયોગરૂપ સુખને પામે છે; શુભકર્મનો સ્વાદ એવો છે. તેથી સ્વાદભેદ પણ છે. આશ્રય અર્થાત્ ફળની નિષ્પત્તિ એવો પણ ભેદ છે. વિવરણ અશુભકર્મના ઉદયે હીણો પર્યાય થાય છે, ત્યાં અધિક સંકલેશ થાય છે, તેનાથી સંસારની પરિપાટી થાય છે; શુભકર્મના ઉદયે ઉત્તમ પર્યાય થાય છે, ત્યાં ધર્મની સામગ્રી મળે છે, તે ધર્મની સામગ્રીથી જીવ મોક્ષ જાય છે, તેથી મોક્ષની પરિપાટી શુભકર્મ છે.આવું કોઈ મિથ્યાવાદી માને છે. તેના પ્રતિ ઉત્તર આમ છે કે ‘‘कर्मभेदः न हि’’ કોઈ કર્મ શુભરૂપ, કોઈ કર્મ અશુભરૂપએવો ભેદ તો નથી. શા કારણથી? ‘‘हेतुस्वभावानुभवाश्रयाणां सदा अपि अभेदात्’’ (हेतु) કર્મબંધનાં કારણ વિશુદ્ધપરિણામ-સંકલેશપરિણામ એવા બંને પરિણામ અશુદ્ધરૂપ છે, અજ્ઞાનરૂપ છે; તેથી કારણભેદ પણ નથી, કારણ એક જ છે. (स्वभाव) શુભકર્મ-અશુભકર્મ એવાં બંને કર્મ પુદ્ગલપિંડરૂપ છે, તેથી એક જ સ્વભાવ છે, સ્વભાવભેદ તો નથી. (अनुभव) રસ તે પણ એક જ છે, રસભેદ તો નથી. વિવરણશુભકર્મના ઉદયે જીવ બંધાયો છે, સુખી છે; અશુભકર્મના ઉદયે જીવ બંધાયો છે, દુઃખી છે; વિશેષ તો કાંઈ નથી. (आश्रय) ફળની નિષ્પત્તિ, તે પણ એક જ છે, વિશેષ તો કાંઈ નથી. વિવરણશુભકર્મના ઉદયે સંસાર, તેવી જ રીતે અશુભકર્મના ઉદયે સંસાર; વિશેષ તો કાંઈ નથી. આથી એવો અર્થ નિશ્ચિત થયો કે કોઈ કર્મ ભલું,