કહાનજૈનશાસ્ત્રમાળા ]
છે, તેથી દુઃખી છે; ક્રિયાસંસ્કાર છૂટીને શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં જીવ નિર્વિકલ્પ છે, તેથી સુખી છે. ૫ – ૧૦૪.
शिवस्यायं हेतुः स्वयमपि यतस्तच्छिव इति ।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘यत् एतत् ज्ञानात्मा भवनम् ध्रुवम् अचलम् आभाति अयं शिवस्य हेतुः’’ (यत् एतत्) જે કોઈ (ज्ञानात्मा) ચેતનાલક્ષણ એવી (भवनम्) સત્ત્વસ્વરૂપ વસ્તુ (ध्रुवम् अचलम्) નિશ્ચયથી સ્થિર થઈને (आभाति) પ્રત્યક્ષપણે સ્વરૂપની આસ્વાદક કહી છે (अयं) એ જ (शिवस्य हेतुः) મોક્ષનો માર્ગ છે. શા કારણથી? ‘‘यतः स्वयम् अपि तत् शिवः इति’’ (यतः) કારણ કે (स्वयम् अपि) પોતે પણ (तत् शिवः इति) મોક્ષરૂપ છે. ભાવાર્થ આમ છે — જીવનું સ્વરૂપ સદા કર્મથી મુક્ત છે; તેને અનુભવતાં મોક્ષ થાય છે એમ ઘટે છે, વિરુદ્ધ તો નથી. ‘‘अतः अन्यत् बन्धस्य हेतुः’’ (अतः) શુદ્ધસ્વરૂપનો અનુભવ મોક્ષમાર્ગ છે, એ વિના (अन्यत्) જે કાંઈ છે શુભ ક્રિયારૂપ, અશુભ ક્રિયારૂપ અનેક પ્રકાર (बन्धस्य हेतुः) તે બધો બંધનો માર્ગ છે; ‘‘यतः स्वयम् अपि बन्धः इति’’ (यतः) કારણ કે (स्वयम् अपि) પોતે પણ (बन्धः इति) બધોય બંધરૂપ છે. ‘‘ततः तत् ज्ञानात्मा स्वं भवनम् विहितं हि अनुभूतिः’’ (ततः) તે કારણથી (तत्) પૂર્વોક્ત (ज्ञानात्मा) ચેતનાલક્ષણ એવું છે (स्वं भवनम्) પોતાના જીવનું સત્ત્વ તે (विहितम्) મોક્ષમાર્ગ છે, (हि) નિશ્ચયથી (अनुभूतिः) પ્રત્યક્ષપણે આસ્વાદ કરવામાં આવતું થકું. ૬ – ૧૦૫.