કહાનજૈનશાસ્ત્રમાળા ]
છેઃ એક મિથ્યાત્વરૂપ છે, બીજું ચારિત્રમોહરૂપ છે. જીવનો વિભાવપરિણામ પણ બે પ્રકારનો છેઃ જીવનો એક સમ્યકત્વગુણ છે તે જ વિભાવરૂપ થઈને મિથ્યાત્વરૂપ પરિણમે છે, તેના પ્રતિ બહિરંગ નિમિત્ત છે મિથ્યાત્વરૂપ પરિણમેલો પુદ્ગલપિંડનો ઉદય; જીવનો એક ચારિત્રગુણ છે તે જ વિભાવરૂપ પરિણમતો થકો વિષયકષાયલક્ષણ ચારિત્રમોહરૂપ પરિણમે છે, તેના પ્રતિ બહિરંગ નિમિત્ત છે ચારિત્રમોહરૂપ પરિણમેલો પુદ્ગલપિંડનો ઉદય. વિશેષ આમ છે કે — ઉપશમનો, ક્ષપણનો ક્રમ આવો છેઃ પહેલાં મિથ્યાત્વકર્મનો ઉપશમ થાય છે અથવા ક્ષપણ થાય છે; તેના પછી ચારિત્રમોહકર્મનો ઉપશમ થાય છે અથવા ક્ષપણ થાય છે. તેથી સમાધાન આમ છે — કોઈ આસન્નભવ્ય જીવને કાળલબ્ધિ પ્રાપ્ત થવાથી મિથ્યાત્વરૂપ પુદ્ગલપિંડ-કર્મ ઉપશમે છે અથવા ક્ષપણ થાય છે. આમ થતાં જીવ સમ્યક્ત્વગુણરૂપ પરિણમે છે, તે પરિણમન શુદ્ધતારૂપ છે. તે જ જીવ જ્યાં સુધીમાં ક્ષપકશ્રેણી પર ચડશે ત્યાં સુધી ચારિત્રમોહકર્મનો ઉદય છે, તે ઉદય હોતાં જીવ પણ વિષયકષાયરૂપ પરિણમે છે, તે પરિણમન રાગરૂપ છે, અશુદ્ધરૂપ છે. તેથી કોઈ કાળમાં જીવને શુદ્ધપણું-અશુદ્ધપણું એક જ સમયે ઘટે છે, વિરુદ્ધ નથી.
એક જ જીવને એક જ કાળે શુદ્ધપણું-અશુદ્ધપણું જોકે હોય છે તોપણ પોતપોતાનું કાર્ય કરે છે. ‘‘यत् कर्म अवशतः बन्धाय समुल्लसति’’ (यत्) જેટલી (कर्म) દ્રવ્યરૂપ- ભાવરૂપ — અંતર્જલ્પ-બહિર્જલ્પ — સૂક્ષ્મ-સ્થૂળરૂપ ક્રિયા, (अवशतः) સમ્યગ્દ્રષ્ટિ પુરુષ સર્વથા ક્રિયાથી વિરક્ત હોવા છતાં ચારિત્રમોહના ઉદયે બલાત્કારે થાય છે તે (बन्धाय समुल्लसति) — જેટલી ક્રિયા છે તેટલી — જ્ઞાનાવરણાદિ કર્મબંધ કરે છે, સંવર- નિર્જરા અંશમાત્ર પણ કરતી નથી. ‘‘तत् एकम् ज्ञानं मोक्षाय स्थितम्’’ (तत्) પૂર્વોક્ત (एकम् ज्ञानं) એક જ્ઞાન અર્થાત્ એક શુદ્ધ ચૈતન્યપ્રકાશ (मोक्षाय स्थितम्) જ્ઞાનાવરણાદિ કર્મક્ષયનું નિમિત્ત છે. ભાવાર્થ આમ છે કે — એક જીવમાં શુદ્ધપણું- અશુદ્ધપણું એક જ કાળે હોય છે, પરંતુ જેટલા અંશે શુદ્ધપણું છે તેટલા અંશે કર્મ-ક્ષપણ છે, જેટલા અંશે અશુદ્ધપણું છે તેટલા અંશે કર્મબંધ થાય છે. એક જ કાળે બંને કાર્ય થાય છે. ‘‘एव’’ આમ જ છે, સંદેહ કરવો નહિ. કેવું છે શુદ્ધ જ્ઞાન? ‘‘परमं’’ સર્વોત્કૃષ્ટ છે — પૂજ્ય છે. વળી કેવું છે? ‘‘स्वतः विमुक्तं’’ ત્રણે કાળ સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન છે. ૧૧ – ૧૧૦.