૯૬
ક્રિયારૂપ, તે મોક્ષનું કારણ છે; કારણ કે અનુભવ — જ્ઞાન તથા દયા-વ્રત-તપ- સંયમરૂપ ક્રિયા બંને મળીને જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષય કરે છે. આવી પ્રતીતિ કેટલાક અજ્ઞાની જીવો કરે છે. ત્યાં સમાધાન આમ છે કે — જેટલી શુભ-અશુભ ક્રિયા, બહિર્જલ્પરૂપ વિકલ્પ અથવા અંતર્જલ્પરૂપ અથવા દ્રવ્યોના વિચારરૂપ અથવા શુદ્ધસ્વરૂપનો વિચાર ઇત્યાદિ સમસ્ત, કર્મબંધનું કારણ છે. આવી ક્રિયાનો આવો જ સ્વભાવ છે, સમ્યગ્દ્રષ્ટિ-મિથ્યાદ્રષ્ટિનો એવો ભેદ તો કાંઈ નથી; એવા કરતૂતથી (કૃત્યથી) એવો બંધ છે, શુદ્ધસ્વરૂપ પરિણમનમાત્રથી મોક્ષ છે. જોકે એક જ કાળમાં સમ્યગ્દ્રષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાન પણ છે, ક્રિયારૂપ પરિણામ પણ છે, તોપણ ક્રિયારૂપ છે જે પરિણામ તેનાથી એકલો બંધ થાય છે, કર્મનો ક્ષય એક અંશમાત્ર પણ થતો નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે, સહારો કોનો? તે જ કાળે શુદ્ધસ્વરૂપ-અનુભવ — જ્ઞાન પણ છે, તે જ કાળે જ્ઞાનથી કર્મક્ષય થાય છે, એક અંશમાત્ર પણ બંધ થતો નથી. વસ્તુનું એવું જ સ્વરૂપ છે. આવું જેમ છે તેમ કહે છે — ‘‘तावत्कर्मज्ञानसमुच्चयः अपि विहितः’’ (तावत्) ત્યાં સુધી (कर्म) ક્રિયારૂપ પરિણામ અને (ज्ञान) આત્મદ્રવ્યનું શુદ્ધત્વરૂપ પરિણમન, તેમનું (समुच्चयः) એક જીવમાં એક જ કાળે અસ્તિત્વપણું છે, (अपि विहितः) એવું પણ છે; પરંતુ એક વિશેષ — ‘‘काचित् क्षतिः न’’ (काचित्) કોઈ પણ (क्षतिः) હાનિ (न) નથી. ભાવાર્થ આમ છે કે — એક જીવમાં એક જ કાળે જ્ઞાન-ક્રિયા બંને કઈ રીતે હોય છે? સમાધાન આમ છે કે — વિરુદ્ધ તો કાંઈ નથી. કેટલાક કાળ સુધી બંને હોય છે, એવો જ વસ્તુનો પરિણામ છે; પરંતુ વિરોધી જેવાં લાગે છે, છતાં પણ પોતપોતાના સ્વરૂપે છે, વિરોધ તો કરતાં નથી. એટલા કાળ સુધી જેમ છે તેમ કહે છે – ‘‘यावत् ज्ञानस्य सा कर्मविरतिः सम्यक् पाकं न उपैति’’ (यावत्) જેટલો કાળ (ज्ञानस्य) આત્માના મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ મટ્યા છે, આત્મદ્રવ્ય શુદ્ધ થયું છે, તેને (सा) પૂર્વોક્ત (कर्म) ક્રિયાનો (विरतिः) ત્યાગ (सम्यक् पाकं न उपैति) બરાબર પરિપક્વતાને પામતો નથી અર્થાત્ ક્રિયાનો મૂળથી વિનાશ થયો નથી. ભાવાર્થ આમ છે કે – જ્યાં સુધી અશુદ્ધ પરિણમન છે ત્યાં સુધી જીવનું વિભાવપરિણમન છે. તે વિભાવપરિણમનનું અંતરંગ નિમિત્ત છે, બહિરંગ નિમિત્ત છે. વિવરણ — અંતરંગ નિમિત્ત જીવની વિભાવરૂપ પરિણમનશક્તિ, બહિરંગ નિમિત્ત છે મોહનીયકર્મરૂપ પરિણમેલો પુદ્ગલપિંડનો ઉદય. તે મોહનીયકર્મ બે પ્રકારનું