કહાનજૈનશાસ્ત્રમાળા ]
અશુદ્ધ રાગાદિરૂપ જીવના પરિણામ — એવું કર્મ તે (संन्यस्तव्यम्) જીવસ્વરૂપનું ઘાતક છે એમ જાણીને આમૂલાગ્ર (સમગ્ર) ત્યાજ્ય છે. ‘‘तत्र संन्यस्ते सति’’ તે સઘળાય કર્મનો ત્યાગ થતાં ‘‘पुण्यस्य वा पापस्य वा का कथा’’ પુણ્યનો કે પાપનો શો ભેદ રહ્યો? ભાવાર્થ આમ છે કે — સમસ્ત કર્મજાતિ હેય છે, પુણ્ય-પાપના વિવરણની શી વાત રહી? ‘‘किल’’ આ વાત નિશ્ચયથી જાણો, પુણ્યકર્મ ભલું એવી ભ્રાન્તિ ન કરો. ‘‘ज्ञानं मोक्षस्य हेतुः भवन् स्वयं धावति’’ (ज्ञानं) જ્ઞાન અર્થાત્ આત્માનું શુદ્ધચેતનારૂપ પરિણમન (मोक्षस्य) મોક્ષનું અર્થાત્ સકળ-કર્મક્ષયલક્ષણ એવી અવસ્થાનું (हेतुः भवन्) કારણ થતું થકું (स्वयं धावति) સ્વયં દોડે છે એવું સહજ છે. ભાવાર્થ આમ છે કે — જેમ સૂર્યનો પ્રકાશ થતાં સહજ જ અંધકાર મટે છે, તેમ જીવ શુદ્ધચેતનારૂપ પરિણમતાં સહજ જ સમસ્ત વિકલ્પો મટે છે, જ્ઞાનાવરણાદિ કર્મ અકર્મરૂપ પરિણમે છે, રાગાદિ અશુદ્ધ પરિણામ મટે છે. કેવું છે જ્ઞાન? ‘‘नैष्कर्म्यप्रतिबद्धम्’’ નિર્વિકલ્પસ્વરૂપ છે. વળી કેવું છે? ‘‘उद्धतरसं’’ પ્રગટપણે ચૈતન્યસ્વરૂપ છે. શાથી મોક્ષનું કારણ થાય છે? ‘‘सम्यक्त्वादिनिजस्वभावभवनात्’’ (सम्यक्त्व) જીવના ગુણ સમ્યગ્દર્શન, (आदि) સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર એવા છે જે (निजस्वभाव) જીવના ક્ષાયિક ગુણ તેમના (भवनात्) પ્રગટપણાને લીધે. ભાવાર્થ આમ છે — કોઈ આશંકા કરશે કે મોક્ષમાર્ગ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે મળીને છે, અહીં જ્ઞાનમાત્ર મોક્ષમાર્ગ કહ્યો તે કઈ રીતે કહ્યો? તેનું સમાધાન આમ છે કે શુદ્ધસ્વરૂપ જ્ઞાનમાં સમ્યગ્દર્શન, સમ્યક્ચારિત્ર સહજ જ ગર્ભિત છે, તેથી દોષ તો કાંઈ નથી, ગુણ છે. ૧૦ – ૧૦૯.
कर्मज्ञानसमुच्चयोऽपि विहितस्तावन्न काचित्क्षतिः ।
मोक्षाय स्थितमेकमेव परमं ज्ञानं विमुक्तं स्वतः ।।११-११०।।
ખંડાન્વય સહિત અર્થઃ — અહીં કોઈ ભ્રાન્તિ કરશે કે મિથ્યાદ્રષ્ટિનું યતિપણું ક્રિયારૂપ છે, તે બંધનું કારણ છે, સમ્યગ્દ્રષ્ટિનું છે જે યતિપણું શુભ