Samaysar Kalash Tika (Gujarati). Shlok: 109.

< Previous Page   Next Page >


Page 94 of 269
PDF/HTML Page 116 of 291

 

૯૪

સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-

નિષ્કર્મ-અવસ્થા, તેનું (हेतु) કારણ છે જીવનું શુદ્ધરૂપ પરિણમન, તેનું (तिरोधानात्) ઘાતક છે, તેથી કરતૂત નિષિદ્ધ છે. વળી કેવું હોવાથી? ‘‘स्वयम् एव बन्धत्वात्’’ પોતે પણ બંધરૂપ છે. ભાવાર્થ આમ છે કેજેટલું શુભ-અશુભ આચરણ છે તે બધું કર્મના ઉદયથી અશુદ્ધરૂપ છે, તેથી ત્યાજ્ય છે, ઉપાદેય નથી. વળી કેવું હોવાથી? ‘‘मोक्षहेतुतिरोधायिभावत्वात्’’ (मोक्ष) સકળકર્મક્ષયલક્ષણ પરમાત્મપદ, તેનો (हेतु) હેતુ અર્થાત્ જીવનો ગુણ જે શુદ્ધચેતનારૂપ પરિણમન, તેનું (तिरोधायि) ઘાતનશીલ છે (भावत्वात्) સહજ લક્ષણ જેનુંએવું છે, તેથી કર્મ નિષિદ્ધ છે. ભાવાર્થ આમ છે કે જેમ પાણી સ્વરૂપથી નિર્મળ છે, કાદવના સંયોગથી મેલું થાય છેપાણીના શુદ્ધપણાનો ઘાત થાય છે, તેમ જીવદ્રવ્ય સ્વભાવથી સ્વચ્છરૂપ છે કેવળજ્ઞાન-દર્શન-સુખ-વીર્યરૂપ છે, તે સ્વચ્છપણું વિભાવરૂપ અશુદ્ધચેતનાલક્ષણ મિથ્યાત્વ-વિષય-કષાયરૂપ પરિણામથી મટ્યું છે; અશુદ્ધ પરિણામનો એવો જ સ્વભાવ છે કે શુદ્ધપણાને મટાડે; તેથી સમસ્ત કર્મ નિષિદ્ધ છે. ભાવાર્થ આમ છે કેકોઈ જીવ ક્રિયારૂપ યતિપણું પામે છે, તે યતિપણામાં મગ્ન થાય છે કે ‘અમે મોક્ષમાર્ગ પામ્યા, જે કાંઈ કરવાનું હતું તે કર્યું;’ તેથી તે જીવોને સમજાવે છે કે યતિપણાનો ભરોસો છોડીને શુદ્ધ ચૈતન્યસ્વરૂપને અનુભવો. ૯૧૦૮.

(શાર્દૂલવિક્રીડિત)
संन्यस्तव्यमिदं समस्तमपि तत्कर्मैव मोक्षार्थिना
संन्यस्ते सति तत्र का किल कथा पुण्यस्य पापस्य वा
सम्यक्त्वादिनिजस्वभावभवनान्मोक्षस्य हेतुर्भवन्-
नैष्कर्म्यप्रतिबद्धमुद्धतरसं ज्ञानं स्वयं धावति
।।१०-१०९।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘मोक्षार्थिना तत् इदं समस्तम् अपि कर्म संन्यस्तव्यम्’’ (मोक्षार्थिना) સકળકર્મક્ષયલક્ષણ મોક્ષઅતીન્દ્રિય પદ, તેમાં જે અનંત સુખ તેને ઉપાદેય અનુભવે છે એવો છે જે કોઈ જીવ તેણે (तत् इदं) તે જ કર્મ જે પહેલાં જ કહ્યું હતું, (समस्तम् अपि) જેટલુંશુભક્રિયારૂપ-અશુભક્રિયારૂપ, અંતર્જલ્પરૂપ- બહિર્જલ્પરૂપ ઇત્યાદિ કરતૂતરૂપ (कर्म) ક્રિયા અથવા જ્ઞાનાવરણાદિ પુદ્ગલનો પિંડ,