કહાનજૈનશાસ્ત્રમાળા ]
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘कर्मस्वभावेन वृत्तं ज्ञानस्य भवनं न हि’’ (कर्मस्वभावेन) જેટલું શુભ ક્રિયારૂપ અથવા અશુભ ક્રિયારૂપ આચરણલક્ષણ ચારિત્ર, તેના સ્વભાવે અર્થાત્ તે-રૂપ જે (वृत्तं) ચારિત્ર તે (ज्ञानस्य) શુદ્ધ ચૈતન્યવસ્તુનું (भवनं) શુદ્ધસ્વરૂપપરિણમન (न हि) હોતું નથી એવો નિશ્ચય છે. ભાવાર્થ આમ છે કે — જેટલું શુભ-અશુભ ક્રિયારૂપ આચરણ અથવા બાહ્યરૂપ વક્તવ્ય અથવા સૂક્ષ્મ અંતરંગરૂપ ચિંતવન, અભિલાષ, સ્મરણ ઇત્યાદિ છે તે સમસ્ત અશુદ્ધત્વરૂપ પરિણમન છે, શુદ્ધ પરિણમન નથી; તેથી બંધનું કારણ છે, મોક્ષનું કારણ નથી. તેથી જેમ કામળાનો સિંહ ‘કહેવાનો સિંહ’ છે તેમ આચરણરૂપ (ક્રિયારૂપ) ચારિત્ર ‘કહેવાનું ચારિત્ર’ છે, પરંતુ ચારિત્ર નથી, નિઃસંદેહપણે એમ જાણો.
मोक्षहेतुः न’’ (तत्) તે કારણથી (कर्म) બાહ્ય-અભ્યંતરરૂપ સૂક્ષ્મસ્થૂલરૂપ જેટલું આચરણ (ચારિત્ર) છે તે (मोक्षहेतुः न) કર્મક્ષપણનું કારણ નથી, બંધનું કારણ છે. શા કારણથી? ‘‘द्रव्यान्तरस्वभावत्वात्’’ (द्रव्यान्तर) આત્મદ્રવ્યથી ભિન્ન પુદ્ગલદ્રવ્ય તેના (स्वभावत्वात्) સ્વભાવરૂપ હોવાથી અર્થાત્ આ બધું પુદ્ગલદ્રવ્યના ઉદયનું કાર્ય છે, જીવનું સ્વરૂપ નથી, તેથી. ભાવાર્થ આમ છે કે — શુભ-અશુભ ક્રિયા, સૂક્ષ્મ- સ્થૂલ અંતર્જલ્પ-બહિર્જલ્પરૂપ જેટલું વિકલ્પરૂપ આચરણ છે તે બધું કર્મના ઉદયરૂપ પરિણમન છે, જીવનું શુદ્ધ પરિણમન નથી; તેથી બધુંય આચરણ મોક્ષનું કારણ નથી, બંધનું કારણ છે. ૮ – ૧૦૭.
ખંડાન્વય સહિત અર્થઃ — અહીં કોઈ જાણશે કે શુભ-અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવાયોગ્ય નથી તેમ વર્જવાયોગ્ય પણ નથી. ઉત્તર આમ છે કે — વર્જવાયોગ્ય છે, કારણ કે વ્યવહારચારિત્ર હોતું થકું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષય-કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે એમ કહે છે — ‘‘तत् निषिध्यते’’ (तत्) શુભ-અશુભરૂપ કરતૂત (કૃત્ય) (निषिध्यते) નિષેધ્ય અર્થાત્ ત્યજનીય છે. કેવું હોવાથી નિષિદ્ધ છે? ‘‘मोक्षहेतुतिरोधानात्’’ (मोक्ष)