Samaysar Kalash Tika (Gujarati).

< Previous Page   Next Page >


Page 100 of 269
PDF/HTML Page 122 of 291

 

૧૦૦

સમયસાર-કલશ

તે બધી મોક્ષમાર્ગ નથી’ એમ જાણી સમસ્ત ક્રિયામાં મમત્વનો ત્યાગ કરીને. શુદ્ધ જ્ઞાન મોક્ષમાર્ગ છે એવો સિદ્ધાન્ત સિદ્ધ થયો. કેવું છે કર્મ અર્થાત્ ક્રિયા? ‘‘भेदोन्मादं’’ (भेद) શુભ ક્રિયા મોક્ષમાર્ગ છે એવા પક્ષપાતરૂપ ભેદ (અન્તર) તેનાથી (उन्मादं) થયું છે ઘેલાપણું જેમાં, એવું છે. વળી કેવું છે? ‘‘पीतमोहं’’ (पीत) ગળ્યું (પીધું) છે (मोहं) વિપરીતપણું જેણે, એવું છે. કોઈ ધતૂરો પીને ઘેલો થાય છે એના જેવો તે છે જે પુણ્યકર્મને ભલું માને છે. વળી કેવું છે? ‘‘भ्रमरसभरात नाटयत्’’ (भ्रम) ભ્રાન્તિ, તેનો (रस) અમલ, તેનું (भर) અત્યંત ચડવું, તેનાથી (नाटयत्) નાચે છે. ભાવાર્થ આમ છેજેમ કોઈ ધતૂરો પીને સૂધ જવાથી નાચે છે, તેમ મિથ્યાત્વકર્મના ઉદયે શુદ્ધસ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ છે. શુભ કર્મના ઉદયે જે દેવ આદિ પદવી, તેમાં રંજિત થાય છે કે હું દેવ, મારે આવી વિભૂતિ, તે તો પુણ્યકર્મના ઉદયથી; આવું માનીને વારંવાર રંજિત થાય છે. ૧૩૧૧૨.