समररङ्गपरागतमास्रवम् ।
जयति दुर्जयबोधधनुर्धरः ।।१-११३।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अथ अयम् दुर्जयबोधधनुर्धरः आस्रवम् जयति’’ (अथ) અહીંથી માંડીને (अयम् दुर्जय) આ અખંડિત પ્રતાપવાળો (बोध) શુદ્ધસ્વરૂપ- અનુભવરૂપ છે (धनुर्धरः) મહા યોદ્ધો તે, (आस्रवम्) અશુદ્ધ રાગાદિ પરિણામલક્ષણ આસ્રવને (जयति) મટાડે છે. ભાવાર્થ આમ છે કે અહીંથી શરૂ કરીને આસ્રવનું સ્વરૂપ કહે છે. કેવો છે જ્ઞાનયોદ્ધો? ‘‘उदार-गभीर-महोदयः’’ (उदार) શાશ્વત એવું છે (गभीर) અનંત શક્તિએ વિરાજમાન (महोदयः) સ્વરૂપ જેનું, એવો છે. કેવો છે આસ્રવ? ‘‘महामदनिर्भरमन्थरं’’ (महामद) સમસ્ત સંસારી જીવરાશિ આસ્રવને આધીન છે, તેથી થયો છે ગર્વ-અભિમાન, તે વડે (निर्भर) મગ્ન થયો છે (मन्थरं) મતવાલાની માફક, એવો છે. ‘‘समररङ्गपरागतम्’’ (समर) સંગ્રામ એવી છે (रङ्ग) ભૂમિ, તેમાં (परागतम्) સન્મુખ આવ્યો છે. ભાવાર્થ આમ છે કે — જેમ પ્રકાશને અને અંધકારને પરસ્પર વિરોધ છે તેમ શુદ્ધ જ્ઞાનને અને આસ્રવને પરસ્પર વિરોધ છે. ૧ – ૧૧૩.