Samaysar Kalash Tika (Gujarati). Shlok: 114.

< Previous Page   Next Page >


Page 102 of 269
PDF/HTML Page 124 of 291

 

૧૦૨

સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(શાલિની)
भावो रागद्वेषमोहैर्विना यो
जीवस्य स्याद् ज्ञाननिर्वृत्त एव
रुन्धन् सर्वान् द्रव्यकर्मास्रवौघान्
एषोऽभावः सर्वभावास्रवाणाम्
।।२-११४।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘जीवस्य यः भावः ज्ञाननिर्वृत्तः एव स्यात्’’ (जीवस्य) કાળલબ્ધિ પ્રાપ્ત થવાથી પ્રગટ થયો છે સમ્યક્ત્વગુણ જેનો એવો છે જે કોઈ જીવ, તેનો (यः भावः) જે કોઈ ભાવ અર્થાત્ સમ્યક્ત્વપૂર્વક શુદ્ધસ્વરૂપ-અનુભવરૂપ પરિણામ, [આ પરિણામ કેવો હોય છે?] (ज्ञाननिर्वृत्तः एव स्यात्) શુદ્ધ જ્ઞાનચેતનામાત્ર છે, તે કારણથી ‘‘एषः’’ એવો છે જે શુદ્ધ ચેતનામાત્ર પરિણામ તે, ‘‘सर्वभावास्रवाणाम् अभावः’’ (सर्व) અસંખ્યાત લોકમાત્ર જેટલા (भाव) અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહ આદિ જીવના વિભાવપરિણામ હોય છેજે (आस्रवाणाम्) જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના આગમનનું નિમિત્તમાત્ર છેતેમનો (अभावः) મૂલોન્મૂલ વિનાશ છે. ભાવાર્થ આમ છે કેજે કાળે શુદ્ધ ચૈતન્યવસ્તુની પ્રાપ્તિ થાય છે તે કાળે મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ જીવના વિભાવપરિણામ મટે છે, તેથી એક જ કાળ છે, સમયનું અન્તર નથી. કેવો છે શુદ્ધ ભાવ? ‘‘रागद्वेषमोहैः विना’’ રાગાદિ પરિણામ રહિત છે, શુદ્ધ ચેતનામાત્ર ભાવ છે. વળી કેવો છે? ‘‘द्रव्यकर्मास्रवौघान् सर्वान् रुन्धन्’’ (द्रव्यकर्म) જ્ઞાનાવરણાદિ કર્મ-પર્યાયરૂપ પરિણમ્યો છે પુદ્ગલપિંડ, તેનો (आस्रव) થાય છે ધારાપ્રવાહરૂપ પ્રતિસમયે આત્મપ્રદેશોની સાથે એકક્ષેત્રાવગાહ, તેના (ओघान्) સમૂહને, [ભાવાર્થ આમ છે કે જ્ઞાનાવરણાદિરૂપ કર્મવર્ગણા પરિણમે છે, તેના ભેદ અસંખ્યાત લોકમાત્ર છે;](सर्वान्) જેટલાં ધારારૂપ આવે છે કર્મ તે બધાંને(रुन्धन्) રોકતો થકો. ભાવાર્થ આમ છે કેકોઈ એમ માનશે કે જીવનો શુદ્ધ ભાવ થતો થકો રાગાદિ અશુદ્ધ પરિણામનો નાશ કરે છે, આસ્રવ જેવો થાય છે તેવો જ થાય છે; પરંતુ એવું તો નથી. જેવું કહે છે તેવું છેજીવ શુદ્ધ ભાવરૂપ પરિણમતાં અવશ્ય જ અશુદ્ધ ભાવ મટે છે, અશુદ્ધ ભાવ મટતાં અવશ્ય જ દ્રવ્યકર્મરૂપ આસ્રવ મટે છે; તેથી શુદ્ધ ભાવ ઉપાદેય છે, અન્ય સમસ્ત વિકલ્પ હેય છે. ૨૧૧૪.