Samaysar Kalash Tika (Gujarati). Shlok: 115.

< Previous Page   Next Page >


Page 103 of 269
PDF/HTML Page 125 of 291

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

આસ્રવ અધિકાર
૧૦૩
(ઉપજાતિ)
भावास्रवाभावमयं प्रपन्नो
द्रव्यास्रवेभ्यः स्वत एव भिन्नः
ज्ञानी सदा ज्ञानमयैकभावो
निरास्रवो ज्ञायक एक एव
।।३-११५।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘अयं ज्ञानी निरास्रवः एव’’ (अयं) દ્રવ્યરૂપ વિદ્યમાન છે તે (ज्ञानी) જ્ઞાની અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિ જીવ (निरास्रवः एव) આસ્રવથી રહિત છે. ભાવાર્થ આમ છે કેસમ્યગ્દ્રષ્ટિ જીવને નોંધ કરી (સમજપૂર્વક) વિચારતાં આસ્રવ ઘટતો નથી. કેવો છે જ્ઞાની? ‘‘एकः’’ રાગાદિ અશુદ્ધ પરિણામથી રહિત છે, શુદ્ધસ્વરૂપ પરિણમ્યો છે. વળી કેવો છે? ‘‘ज्ञायकः’’ સ્વદ્રવ્યસ્વરૂપ-પરદ્રવ્યસ્વરૂપ સમસ્ત જ્ઞેય વસ્તુઓને જાણવાને સમર્થ છે. ભાવાર્થ આમ છે કે જ્ઞાયકમાત્ર છે, રાગાદિ અશુદ્ધરૂપ નથી. વળી કેવો છે? ‘‘सदा ज्ञानमयैकभावः’’ (सदा) સર્વ કાળ ધારાપ્રવાહરૂપે (ज्ञानमय) ચેતનરૂપ એવો છે (एकभावः) એકપરિણામ જેનો, એવો છે. ભાવાર્થ આમ છે કેજેટલા વિકલ્પો છે તે બધા મિથ્યા; જ્ઞાનમાત્ર વસ્તુનું સ્વરૂપ હતું તે અવિનશ્વર રહ્યું. નિરાસ્રવપણું સમ્યગ્દ્રષ્ટિ જીવને જે રીતે ઘટે છે તે કહે છે‘‘भावास्रवाभावं प्रपन्नः’’

(भावास्रव)

મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ ચેતનાપરિણામ, તેનો (अभावं) વિનાશ, તેને (प्रपन्नः) પ્રાપ્ત થયો છે. ભાવાર્થ આમ છે કેઅનંત કાળથી જીવ મિથ્યાદ્રષ્ટિ હોતો થકો મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ પરિણમતો હતો, તેનું નામ આસ્રવ છે. કાળલબ્ધિ પામતાં તે જ જીવ સમ્યક્ત્વપર્યાયરૂપ પરિણમ્યો, શુદ્ધતારૂપ પરિણમ્યો, અશુદ્ધ પરિણામ મટ્યા, તેથી ભાવાસ્રવથી તો આ પ્રકારે રહિત થયો. ‘‘द्रव्यास्रवेभ्यः स्वतः एव भिन्नः’’ (द्रव्यास्रवेभ्यः) જ્ઞાનાવરણાદિ કર્મપર્યાયરૂપ જીવના પ્રદેશોમાં બેઠા છે પુદ્ગલપિંડ, તેમનાથી (स्वतः) સ્વભાવથી (भिन्नः एव) સર્વ કાળ નિરાળો જ છે. ભાવાર્થ આમ છે કેઆસ્રવ બે પ્રકારનો છે. વિવરણએક દ્રવ્યાસ્રવ છે, એક ભાવાસ્રવ છે. દ્રવ્યાસ્રવ એટલે કર્મરૂપ બેઠા છે આત્માના પ્રદેશોમાં પુદ્ગલપિંડ તે; આવા દ્રવ્યાસ્રવથી જીવ સ્વભાવથી જ રહિત છે. જોકે જીવના પ્રદેશો અને કર્મ-