૧૦૪
પુદ્ગલપિંડના પ્રદેશો એક જ ક્ષેત્રે રહે છે તોપણ પરસ્પર એકદ્રવ્યરૂપ થતા નથી, પોતપોતાનાં દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ રહે છે; તેથી પુદ્ગલપિંડથી જીવ ભિન્ન છે. ભાવાસ્રવ એટલે મોહ-રાગ-દ્વેષરૂપ વિભાવ અશુદ્ધ ચેતનપરિણામ; આવા પરિણામ જોકે જીવને મિથ્યાદ્રષ્ટિ-અવસ્થામાં વિદ્યમાન જ હતા તોપણ સમ્યક્ત્વરૂપ પરિણમતાં અશુદ્ધ પરિણામ મટ્યા; તેથી સમ્યગ્દ્રષ્ટિ જીવ ભાવાસ્રવથી રહિત છે. આથી એવો અર્થ નીપજ્યો કે સમ્યગ્દ્રષ્ટિ જીવ નિરાસ્રવ છે. ૩ – ૧૧૫.
વળી સમ્યગ્દ્રષ્ટિ જીવ જે રીતે નિરાસ્રવ છે તે કહે છે —
वारंवारमबुद्धिपूर्वमपि तं जेतुं स्वशक्तिं स्पृशन् ।
आत्मा नित्यनिरास्रवो भवति हि ज्ञानी यदा स्यात्तदा ।।४-११६।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘आत्मा यदा ज्ञानी स्यात् तदा नित्यनिरास्रवः भवति’’ (आत्मा) જીવદ્રવ્ય (यदा) જે કાળે, (ज्ञानी स्यात्) અનન્ત કાળથી વિભાવ – મિથ્યાત્વભાવરૂપ પરિણમ્યું હતું પરંતુ નિકટ સામગ્રી પામીને સહજ જ વિભાવપરિણામ છૂટી જાય છે, સ્વભાવ – સમ્યક્ત્વરૂપ પરિણમે છે, (એવો કોઈ જીવ હોય છે,) (तदा) તે કાળથી માંડીને સમસ્ત આગામી કાળમાં (नित्यनिरास्रवः) સર્વથા સર્વ કાળ સમ્યગ્દ્રષ્ટિ જીવ નિરાસ્રવ અર્થાત્ આસ્રવથી રહિત (भवति) હોય છે. ભાવાર્થ આમ છે — કોઈ સંદેહ કરશે કે સમ્યગ્દ્રષ્ટિ આસ્રવ સહિત છે કે આસ્રવ રહિત છે? સમાધાન આમ છે કે આસ્રવથી રહિત છે. શું કરતો થકો નિરાસ્રવ છે? ‘‘निजबुद्धिपूर्वं रागं समग्रं अनिशं स्वयं सन्न्यस्यन्’’ (निज) પોતાના (बुद्धि) મનનું (पूर्वं) આલંબન કરીને થાય છે જેટલા મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણામ, એવા જે (रागं) પરદ્રવ્ય સાથે રંજિત પરિણામ — જે (समग्रं) અસંખ્યાત લોકમાત્ર ભેદરૂપ છે — તેને (अनिश) સમ્યક્ત્વની ઉત્પત્તિના કાળથી માંડીને આગામી સર્વ કાળમાં (स्वयं) સહજ જ (सन्न्यस्यन्) છોડતો થકો. ભાવાર્થ આમ છે કે — નાના