કહાનજૈનશાસ્ત્રમાળા ]
પ્રકારનાં કર્મોના ઉદયે નાના પ્રકારની સંસાર-શરીર-ભોગસામગ્રી હોય છે. એ સમસ્ત સામગ્રીને ભોગવતો થકો ‘હું દેવ છું, હું મનુષ્ય છું, હું સુખી છું, હું દુઃખી છું,’ ઇત્યાદિરૂપ રંજિત થતો નથી; જાણે છે કે — ‘હું ચેતનામાત્ર શુદ્ધસ્વરૂપ છું; આ સમસ્ત, કર્મની રચના છે.’ આમ અનુભવતાં મનના વ્યાપારરૂપ રાગ મટે છે. ‘‘अबुद्धिपूर्वम् अपि तं जेतुं वारंवारम् स्वशक्तिम् स्पृशन्’’ (अबुद्धिपूर्वम्) મનના આલંબન વિના મોહકર્મના ઉદયરૂપ નિમિત્તકારણથી પરિણમ્યા છે અશુદ્ધતારૂપ જીવના પ્રદેશ, (तं अपि) તેને પણ (जेतुं) જીતવાને માટે (वारंवारम्) અખંડિતધારા- પ્રવાહરૂપે (स्वशक्तिं) શુદ્ધ ચૈતન્યવસ્તુને (स्पृशन्) સ્વાનુભવપ્રત્યક્ષપણે આસ્વાદતો થકો. ભાવાર્થ આમ છે — મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ છે જીવના જે અશુદ્ધચેતનારૂપ વિભાવપરિણામ તે બે પ્રકારના છેઃ એક પરિણામ બુદ્ધિપૂર્વક છે, એક પરિણામ અબુદ્ધિપૂર્વક છે. વિવરણ — બુદ્ધિપૂર્વક કહેતાં, જે બધા પરિણામ મન દ્વારા પ્રવર્તે, બાહ્ય વિષયના આધારે પ્રવર્તે, પ્રવર્તતા થકા તે જીવ પોતે પણ જાણે કે ‘મારા પરિણામ આ રૂપે છે,’ તથા અન્ય જીવ પણ અનુમાન કરીને જાણે કે આ જીવના આવા પરિણામ છે; — આવા પરિણામ બુદ્ધિપૂર્વક કહેવાય છે. ત્યાં આવા પરિણામને સમ્યગ્દ્રષ્ટિ જીવ મટાડી શકે છે, કેમ કે આવા પરિણામ જીવની જાણમાં છે; શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં જીવના સહારાના પણ છે; તેથી સમ્યગ્દ્રષ્ટિ જીવ પહેલાં જ આવા પરિણામ મટાડે છે. અબુદ્ધિપૂર્વક પરિણામ કહેતાં, પાંચ ઇન્દ્રિય અને મનના વ્યાપાર વિના જ મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ વિભાવપરિણામરૂપ પોતે સ્વયં જીવદ્રવ્ય અસંખ્યાત પ્રદેશે પરિણમે છે, આવું પરિણમન જીવની જાણમાં નથી અને જીવના સહારાનું પણ નથી, તેથી જે તે પ્રકારે મટાડી શકાતું નથી. માટે આવા પરિણામ મટાડવા અર્થે નિરંતરપણે શુદ્ધસ્વરૂપને અનુભવે છે, શુદ્ધસ્વરૂપનો અનુભવ કરતાં સહજ મટશે. બીજો ઉપાય તો કોઈ નથી, તેથી એક શુદ્ધસ્વરૂપનો અનુભવ ઉપાય છે. વળી શું કરતો થકો નિરાસ્રવ હોય છે?
અવશ્ય જ (पर) જેટલી જ્ઞેયવસ્તુ છે તેમાં (वृत्तिम्) રંજકપણારૂપ પરિણામક્રિયા, (सकलां) જેટલી છે શુભરૂપ અથવા અશુભરૂપ, તેને (उच्छिन्दन्) મૂળથી જ ઉખાડતો થકો સમ્યગ્દ્રષ્ટિ નિરાસ્રવ હોય છે. ભાવાર્થ આમ છે — જ્ઞેય-જ્ઞાયકનો સંબંધ બે પ્રકારે છેઃ એક તો જાણપણામાત્ર છે, રાગદ્વેષરૂપ નથી. જેમ કે — કેવળી સકળ