કહાનજૈનશાસ્ત્રમાળા ]
છે, વિદ્યમાન છે, તેવી જ છે (एव) નિશ્ચયથી; તોપણ (ज्ञानी) સમ્યગ્દ્રષ્ટિ જીવ (नित्यम् निरास्रवः) સર્વથા સર્વ કાળ આસ્રવથી રહિત છે એમ જે કહ્યું તે (कुतः) શું વિચારીને કહ્યું? ‘‘चेत् इति मतिः’’ (चेत्) હે શિષ્ય! જો (इति मतिः) તારા મનમાં આવી આશંકા છે તો ઉત્તર સાંભળ, કહીએ છીએ. ૫ – ૧૧૭.
समयमनुसरन्तो यद्यपि द्रव्यरूपाः ।
दवतरति न जातु ज्ञानिनः कर्मबन्धः ।।६-११८।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘तदपि ज्ञानिनः जातु कर्मबन्धः न अवतरति’’ (तदपि) તોપણ (ज्ञानिनः) સમ્યગ્દ્રષ્ટિ જીવને (जातु) કદાચિત્ કોઈ પણ નયથી (कर्मबन्धः) જ્ઞાનાવરણાદિરૂપ પુદ્ગલપિંડનું નૂતન આગમન-કર્મરૂપ પરિણમન (न अवतरति) થતું નથી; અથવા જો કદી પણ સૂક્ષ્મ અબુદ્ધિપૂર્વક રાગ- દ્વેષપરિણામથી બંધ થાય છે તો ઘણો જ અલ્પ બંધ થાય છે; તો પછી સમ્યગ્દ્રષ્ટિ જીવને બંધ થાય છે એવું કોઈ ત્રણે કાળમાં કહી શકે નહિ. હવે, કેવો હોવાથી બંધ નથી? ‘‘सकलरागद्वेषमोहव्युदासात्’’ જે કારણથી આવું છે તે કારણથી બંધ ઘટતો નથી — (सकल) જેટલા શુભરૂપ અથવા અશુભરૂપ (राग) પ્રીતિરૂપ પરિણામ, (द्वेष) દુષ્ટ પરિણામ, (मोह) પુદ્ગલદ્રવ્યની વિચિત્રતામાં આત્મબુદ્ધિ એવા વિપરીતરૂપ પરિણામ, – એવા (व्युदासात्) ત્રણેય પરિણામોથી રહિતપણું એવું કારણ છે તેથી સામગ્રી વિદ્યમાન હોવા છતાં પણ સમ્યગ્દ્રષ્ટિ જીવ કર્મબંધનો કર્તા નથી. વિદ્યમાન સામગ્રી કઈ રીતે છે તે કહે છે — ‘‘यद्यपि पूर्वबद्धाः प्रत्ययाः द्रव्यरूपाः सत्तां न हि विजहति’’ (यद्यपि) જોકે એમ પણ છે કે (पूर्वबद्धाः) સમ્યક્ત્વની ઉત્પત્તિ પહેલાં જીવ મિથ્યાદ્રષ્ટિ હતો, તેથી મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ પરિણામ વડે બાંધ્યા હતા જે (द्रव्यरूपाः प्रत्ययाः) મિથ્યાત્વરૂપ તથા ચારિત્રમોહરૂપ પુદ્ગલકર્મપિંડ, તે (सत्तां) સ્થિતિબંધરૂપે