૧૦૮
જીવના પ્રદેશોમાં કર્મરૂપ વિદ્યમાન છે એવા પોતાના અસ્તિત્વને (न हि विजहति) છોડતા નથી; [ઉદય પણ દે છે એમ કહે છે — ] ‘‘समयम् अनुसरन्तः अपि’’ (समयम्) સમયે સમયે અખંડિતધારાપ્રવાહરૂપ (अनुसरन्तः अपि) ઉદય પણ દે છે; તોપણ સમ્યગ્દ્રષ્ટિ કર્મબંધનો કર્તા નથી. ભાવાર્થ આમ છે — કોઈ અનાદિ કાળનો મિથ્યાદ્રષ્ટિ જીવ કાળલબ્ધિ પામ્યો થકો સમ્યક્ત્વગુણરૂપ પરિણમ્યો, ચારિત્રમોહ- કર્મની સત્તા વિદ્યમાન છે, ઉદય પણ વિદ્યમાન છે, પંચેન્દ્રિય વિષયસંસ્કાર વિદ્યમાન છે, ભોગવે પણ છે, ભોગવતો થકો જ્ઞાનગુણ દ્વારા વેદક પણ છે; તોપણ જે રીતે મિથ્યાદ્રષ્ટિ જીવ આત્મસ્વરૂપને જાણતો નથી, કર્મના ઉદયને પોતારૂપ જાણે છે, તેથી ઇષ્ટ-અનિષ્ટ વિષયસામગ્રી ભોગવતો થકો રાગ-દ્વેષ કરે છે, માટે કર્મનો બંધક થાય છે, તે રીતે સમ્યગ્દ્રષ્ટિ જીવ નથી. સમ્યગ્દ્રષ્ટિ જીવ આત્માને શુદ્ધસ્વરૂપ અનુભવે છે, શરીર આદિ સમસ્ત સામગ્રીને કર્મનો ઉદય જાણે છે, આવેલા ઉદયને ખપાવે છે, પરંતુ અંતરંગમાં પરમ ઉદાસીન છે તેથી સમ્યગ્દ્રષ્ટિ જીવને કર્મબંધ નથી. આવી અવસ્થા સમ્યગ્દ્રષ્ટિ જીવને સર્વ કાળ નથી. જ્યાં સુધીમાં સકળ કર્મોનો ક્ષય કરી નિર્વાણપદવીને પામે ત્યાં સુધી આવી અવસ્થા છે. જ્યારે નિર્વાણપદ પામશે તે કાળનું તો કાંઈ કહેવાનું જ નથી — સાક્ષાત્ પરમાત્મા છે. ૬ – ૧૧૮.
ખંડાન્વય સહિત અર્થઃ — એમ કહ્યું કે સમ્યગ્દ્રષ્ટિ જીવને બંધ નથી, તો એવી પ્રતીતિ જે રીતે થાય છે તે વિશેષ કહે છે — ‘‘यत् ज्ञानिनः रागद्वेषविमोहानां असम्भवः ततः अस्य बन्धः न’’ (यत्) જેથી (ज्ञानिनः) સમ્યગ્દ્રષ્ટિ જીવને (राग) રંજકપરિણામ, (द्वेष) ઉદ્વેગ, (विमोहानां) પ્રતીતિનું વિપરીતપણું — એવા અશુદ્ધ ભાવોનું (असम्भवः) વિદ્યમાનપણું નથી, [ભાવાર્થ આમ છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવ કર્મના ઉદયમાં રંજિત થતો નથી, માટે રાગાદિક નથી,] (ततः) તેથી (अस्य) સમ્યગ્દ્રષ્ટિ જીવને (बन्धः न) જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મનો બંધ નથી; ‘‘एव’’ નિશ્ચયથી આવું જ દ્રવ્યનું સ્વરૂપ