કહાનજૈનશાસ્ત્રમાળા ]
છે; ‘‘हि ते बन्धस्य कारणम्’’ (हि) કારણ કે (ते) રાગ-દ્વેષ-મોહ એવા અશુદ્ધ પરિણામ (बन्धस्य कारणम्) બંધનાં કારણ છે. ભાવાર્થ આમ છે — કોઈ અજ્ઞાની જીવ એમ માનશે કે સમ્યગ્દ્રષ્ટિ જીવને ચારિત્રમોહનો ઉદય તો છે, તે ઉદયમાત્ર હોતાં આગામી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થતો હશે. સમાધાન આમ છે — ચારિત્રમોહનો ઉદયમાત્ર હોતાં બંધ નથી; ઉદય હોતાં જો જીવને રાગ-દ્વેષ-મોહપરિણામ થાય તો કર્મબંધ થાય છે, અન્યથા હજાર કારણ હોય તોપણ કર્મબંધ થતો નથી. રાગ-દ્વેષ- મોહપરિણામ પણ મિથ્યાત્વકર્મના ઉદયના સહારે છે, મિથ્યાત્વ જતાં એકલા ચારિત્રમોહના ઉદયના સહારાના રાગ-દ્વેષ-મોહપરિણામ નથી. આ કારણથી સમ્યગ્દ્રષ્ટિને રાગ-દ્વેષ-મોહપરિણામ હોતા નથી, માટે કર્મબંધનો કર્તા સમ્યગ્દ્રષ્ટિ જીવ હોતો નથી. ૭ – ૧૧૯.
मैकाग्रयमेव कलयन्ति सदैव ये ते ।
पश्यन्ति बन्धविधुरं समयस्य सारम् ।।८-१२०।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘ये शुद्धनयं एकाग्य्राम् एव सदा कलयन्ति’’ (ये) જે કોઈ આસન્નભવ્ય જીવો (शुद्धनयम्) શુદ્ધનયનો અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધચૈતન્ય- વસ્તુમાત્રનો, 2(ऐकाग्रयम्) સમસ્ત રાગાદિ વિકલ્પથી ચિત્તનો નિરોધ કરી (एव) ચિત્તમાં નિશ્ચય લાવીને, (कलयन्ति) અખંડિતધારાપ્રવાહરૂપ અભ્યાસ કરે છે (सदा) સર્વ કાળ; — કેવો છે (શુદ્ધનય)? ‘‘उद्धतबोधचिह्नम्’’ (उद्धत) સર્વ કાળ પ્રગટ જે (बोध) જ્ઞાનગુણ તે જ છે (चिह्नम्) લક્ષણ જેનું, એવો છે; શું કરીને? ‘‘अध्यास्य’’ કોઈ પણ રીતે મનમાં પ્રતીતિ લાવીને; — ‘‘ते एव समयस्य सारम् पश्यन्ति’’ (ते एव) તે જ જીવો નિશ્ચયથી (समयस्य सारम्) સકળ કર્મથી રહિત, અનંતચતુષ્ટયે બિરાજમાન પરમાત્મપદને (पश्यन्ति) પ્રગટપણે પામે છે. કેવું પામે છે? ‘‘बन्धविधुरम्’’ (बन्ध) અનાદિ કાળથી એકબંધપર્યાયરૂપ ચાલ્યો આવ્યો હતો જે જ્ઞાનાવરણાદિ કર્મરૂપ