૧૧૦
પુદ્ગલપિંડ, તેનાથી (विधुरं) સર્વથા રહિત છે. ભાવાર્થ આમ છે કે — સકળ કર્મના ક્ષયથી થયો છે શુદ્ધ, તેની પ્રાપ્તિ થાય છે શુદ્ધસ્વરૂપનો અનુભવ કરતા થકા. કેવા છે તે જીવો? ‘‘रागादिमुक्तमनसः’’ રાગ-દ્વેષ-મોહથી રહિત છે પરિણામ જેમના, એવા છે. વળી કેવા છે? ‘‘सततं भवन्तः’’ (सततं) નિરંતરપણે (भवन्तः) એવા જ છે. ભાવાર્થ આમ છે કે — કોઈ જાણશે કે સર્વ કાળ પ્રમાદી રહે છે, ક્યારેક એક, જેવો કહ્યો તેવો થાય છે, પણ એમ તો નથી, સદા સર્વ કાળ શુદ્ધપણારૂપ રહે છે. ૮ – ૧૨૦.
रागादियोगमुपयान्ति विमुक्तबोधाः ।
द्रव्यास्रवैः कृतविचित्रविकल्पजालम् ।।९-१२१।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘तु पुनः’’ આમ પણ છે — ‘‘ये शुद्धनयतः प्रच्युत्य रागादियोगं उपयान्ति ते इह कर्मबन्धम् बिभ्रति’’ (ये) જે કોઈ ઉપશમ- સમ્યગ્દ્રષ્ટિ અથવા વેદકસમ્યગ્દ્રષ્ટિ જીવ (शुद्धनयतः) શુદ્ધ ચૈતન્યસ્વરૂપના અનુભવથી (प्रच्युत्य) ભ્રષ્ટ થયા છે તથા (रागादि) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામ-(योगम्) રૂપે (उपयान्ति) થાય છે, (ते) એવા છે જે જીવ તે (कर्मबन्धम्) કર્મબંધ અર્થાત્ જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડ (बिभ्रति) નવા ઉપાર્જિત કરે છે. ભાવાર્થ આમ છે કે — સમ્યગ્દ્રષ્ટિ જીવ જ્યાં સુધી સમ્યક્ત્વના પરિણામોથી સાબૂત રહે છે ત્યાં સુધી (તેમને) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો નહિ હોવાથી જ્ઞાનાવરણાદિ કર્મબંધ થતો નથી. (પરંતુ) જે સમ્યગ્દ્રષ્ટિ જીવ હતા, પછી સમ્યક્ત્વના પરિણામથી ભ્રષ્ટ થયા, તેમને રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામ હોવાથી જ્ઞાનાવરણાદિ કર્મબંધ થાય છે, કેમ કે મિથ્યાત્વના પરિણામ અશુદ્ધરૂપ છે. કેવા છે તે જીવ?
શુદ્ધસ્વરૂપનો અનુભવ જેમને, એવા છે. કેવો છે કર્મબંધ? ‘‘पूर्वबद्धद्रव्यास्रवैः