કહાનજૈનશાસ્ત્રમાળા ]
कृतविचित्रविकल्पजालम्’’ (पूर्व) સમ્યક્ત્વ વિના ઉત્પન્ન થયેલાં, (बद्ध) મિથ્યાત્વ-રાગ- દ્વેષરૂપ પરિણામ વડે બાંધ્યાં હતાં જે (द्रव्यास्रवैः) પુદ્ગલપિંડરૂપ મિથ્યાત્વકર્મ તથા ચારિત્રમોહકર્મ તેમના દ્વારા (कृत) કર્યો છે (विचित्र) નાના પ્રકારના (विकल्प) રાગ- દ્વેષ-મોહપરિણામનો (जालम्) સમૂહ જેણે, એવો છે. ભાવાર્થ આમ છે કે — જેટલો કાળ જીવ સમ્યક્ત્વના ભાવરૂપ પરિણમ્યો હતો તેટલો કાળ ચારિત્રમોહકર્મ કીલિત ( – મંત્રથી સ્તંભિત થયેલા) સાપની માફક પોતાનું કાર્ય કરવાને સમર્થ ન હતું; જ્યારે તે જ જીવ સમ્યક્ત્વના ભાવથી ભ્રષ્ટ થયો થકો મિથ્યાત્વભાવરૂપ પરિણમ્યો ત્યારે ઉત્કીલિત ( – છૂટા થયેલા) સાપની માફક પોતાનું કાર્ય કરવાને સમર્થ થયું. ચારિત્રમોહકર્મનું કાર્ય જીવના અશુદ્ધ પરિણમનનું નિમિત્ત થવું તે. ભાવાર્થ આમ છે કે — જીવ મિથ્યાદ્રષ્ટિ થતાં ચારિત્રમોહનો બંધ પણ થાય છે. જ્યારે જીવ સમ્યક્ત્વ પામે છે ત્યારે ચારિત્રમોહના ઉદયે બંધ થાય છે, પરંતુ બંધ શક્તિહીન હોય છે તેથી બંધ કહેવાતો નથી. આ કારણથી સમ્યક્ત્વ હોતાં ચારિત્રમોહને કીલિત સાપના જેવો ઉપર કહ્યો છે, જ્યારે સમ્યક્ત્વ છૂટી જાય છે ત્યારે ઉત્કીલિત સાપના જેવો ચારિત્રમોહને કહ્યો; તે ઉપરના ભાવાર્થનો અભિપ્રાય જાણવો. ૯ – ૧૨૧.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अत्र इदम् एव तात्पर्यं’’ (अत्र) આ સમસ્ત અધિકારમાં (इदम् एव तात्पर्यं) નિશ્ચયથી આટલું જ કાર્ય છે. તે કાર્ય શું? ‘‘शुद्धनयः हेयः न हि’’ (शुद्धनयः) આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ (हेयः न हि) સૂક્ષ્મકાળમાત્ર પણ વિસારવાયોગ્ય નથી. શા કારણે? ‘‘हि तत् अत्यागात् बन्धः नास्ति’’ (हि) કારણ કે (तत्) શુદ્ધસ્વરૂપનો અનુભવ તેના (अत्यागात्) નહિ છૂટવાથી (बन्धः नास्ति) જ્ઞાનાવરણાદિકર્મનો બંધ થતો નથી. વળી શા કારણે? ‘‘तत् त्यागात् बन्धः एव’’ (तत्) શુદ્ધ સ્વરૂપનો અનુભવ તેના (त्यागात्) છૂટવાથી (बन्धः एव) જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ છે. ભાવાર્થ પ્રગટ છે. ૧૦ – ૧૨૨.