૧૨૨
कर्मागामि समस्तमेव भरतो दूरान्निरुन्धन् स्थितः ।
ज्ञानज्योतिरपावृत्तं न हि यतो रागादिभिर्मूर्च्छति ।।१-१३३।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अधुना निर्जरा व्याजृम्भते’’ (अधुना) અહીંથી શરૂ કરીને (निर्जरा) નિર્જરા અર્થાત્ પૂર્વબદ્ધ કર્મના અકર્મરૂપ પરિણામ (व्याजृम्भते) પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે — નિર્જરાનું સ્વરૂપ જેવું છે તેવું કહે છે. નિર્જરા શા નિમિત્તે (શાને માટે) છે? ‘‘तु तत् एव प्राग्बद्धं दग्धुम्’’ (तु) સંવરપૂર્વક (तत्) જે જ્ઞાનાવરણાદિકર્મ (एव) નિશ્ચયથી (प्राग्बद्धं) સમ્યક્ત્વ નહિ હોતાં મિથ્યાત્વ- રાગ-દ્વેષ-પરિણામ વડે બંધાયું હતું તેને (दग्धुम्) બાળવા માટે. કાંઈક વિશેષ — ‘‘परः संवरः स्थितः’’ સંવર અગ્રેસર થયો છે જેનો એવી છે નિર્જરા. ભાવાર્થ આમ છે કે — સંવરપૂર્વક નિર્જરા તે નિર્જરા; કેમ કે જે સંવર વિના હોય છે સર્વ જીવોને, ઉદય દઈને કર્મની નિર્જરા, તે નિર્જરા નથી. કેવો છે સંવર? ‘‘रागाद्यास्रवरोधतः निजधुरां धृत्वा आगामि समस्तम् एव कर्म भरतः दूरात् निरुन्धन्’’ (रागाद्यास्रवरोधतः) રાગાદિ આસ્રવભાવોના નિરોધથી (निजधुरां) પોતાના એક સંવરરૂપ પક્ષને (धृत्वा) ધરતો થકો (आगामि) અખંડધારાપ્રવાહરૂપ આસ્રવિત થનારાં (समस्तम् एव कर्म) નાના પ્રકારનાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય ઇત્યાદિ અનેક પ્રકારનાં પુદ્ગલકર્મને (भरतः) પોતાની મોટપથી (दूरात् निरुन्धन्) પાસે આવવા દેતો નથી. સંવરપૂર્વક નિર્જરા કરતાં જે કાંઈ કાર્ય થયું તે કહે છે — ‘‘यतः ज्ञानज्योतिः अपावृत्तं