કહાનજૈનશાસ્ત્રમાળા ]
સંવર અધિકાર
૧૨૧
નિરોધ જે રીતે થયો છે તે કહે છે — ‘‘रागग्रामप्रलयकरणात्’’ (राग) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ વિભાવપરિણામોનો (ग्राम) સમૂહ — અસંખ્યાત લોકમાત્ર ભેદ, તેમનો (प्रलय) મૂળથી સત્તાનાશ (करणात्) કરવાથી. આવું પણ શા કારણથી? ‘‘शुद्धतत्त्वोपलम्भात्’’ (शुद्धतत्त्व) શુદ્ધ ચૈતન્યવસ્તુની (उपलम्भात्) સાક્ષાત્ પ્રાપ્તિથી. આવું પણ શા કારણથી? ‘‘भेदज्ञानोच्छलनकलनात्’’ (भेदज्ञान) શુદ્ધસ્વરૂપજ્ઞાનનું (उच्छलन) પ્રગટપણું, તેના (कलनात्) નિરંતર અભ્યાસથી. ભાવાર્થ આમ છે કે — શુદ્ધ સ્વરૂપનો અનુભવ ઉપાદેય છે. ૮ – ૧૩૨.