૧૨૦
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘ये किल केचन सिद्धाः ते भेदविज्ञानतः सिद्धाः’’ (ये) આસન્નભવ્ય જીવ છે જે કોઈ (किल) નિશ્ચયથી, (केचन) સંસારી જીવરાશિમાંથી જે કોઈ ગણતરીના, (सिद्धाः) સકળ કર્મોનો ક્ષય કરી નિર્વાણપદને પ્રાપ્ત થયા, (ते) તે સમસ્ત જીવ (भेदविज्ञानतः) સકળ પરદ્રવ્યોથી ભિન્ન શુદ્ધસ્વરૂપના અનુભવથી (सिद्धाः) મોક્ષપદને પ્રાપ્ત થયા. ભાવાર્થ આમ છે કે — મોક્ષનો માર્ગ શુદ્ધસ્વરૂપનો અનુભવ; અનાદિસંસિદ્ધ એ જ એક મોક્ષમાર્ગ છે. ‘‘ये केचन बद्धाः ते किल अस्य एव अभावतः बद्धाः’’ (ये केचन) જે કોઈ (बद्धाः) જ્ઞાનાવરણાદિ કર્મોથી બંધાયા છે (ते) તે સમસ્ત જીવ (किल) નિશ્ચયથી (अस्य एव) આવું જે ભેદવિજ્ઞાન, તેના (अभावतः) નહિ હોવાથી (बद्धाः) બદ્ધ થઈને સંસારમાં ભટકી રહ્યા છે. ભાવાર્થ આમ છે કે — ભેદજ્ઞાન સર્વથા ઉપાદેય છે. ૭ – ૧૩૧.
द्रागग्रामप्रलयकरणात्कर्मणां संवरेण ।
ज्ञानं ज्ञाने नियतमुदितं शाश्वतोद्योतमेतत् ।।८-१३२।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘एतत् ज्ञानं उदितं’’ (एतत्) પ્રત્યક્ષ વિદ્યમાન (ज्ञानं) જ્ઞાન અર્થાત્ શુદ્ધ ચૈતન્યપ્રકાશ (उदितं) આસ્રવનો નિરોધ કરીને પ્રગટ થયો. કેવું છે જ્ઞાન? ‘‘ज्ञाने नियतम्’’ અનંત કાળથી પરિણમતું હતું અશુદ્ધ રાગાદિ વિભાવરૂપ, તે કાળલબ્ધિ પામીને પોતાના શુદ્ધસ્વરૂપે પરિણમ્યું છે. વળી કેવું છે? ‘‘शाश्वतोद्योतम्’’ અવિનશ્વર પ્રકાશ છે જેનો, એવું છે. વળી કેવું છે? ‘‘तोषं बिभ्रत्’’ અતીન્દ્રિય સુખરૂપ પરિણમ્યું છે. વળી કેવું છે? ‘‘परमम्’’ ઉત્કૃષ્ટ છે. વળી કેવું છે? ‘‘अमलालोकम्’’ સર્વથા પ્રકારે, સર્વ કાળે, સર્વ ત્રૈલોક્યમાં નિર્મળ છે — સાક્ષાત્ શુદ્ધ છે. વળી કેવું છે? ‘‘अम्लानम्’’ સદા પ્રકાશરૂપ છે. વળી કેવું છે? ‘‘एकं’’ નિર્વિકલ્પ છે. શુદ્ધ જ્ઞાન આવું જે રીતે થયું છે તે કહે છે — ‘‘कर्मणां संवरेण’’ જ્ઞાનાવરણાદિરૂપ આસ્રવતાં હતાં જે કર્મપુદ્ગલ તેના નિરોધથી. કર્મનો