કહાનજૈનશાસ્ત્રમાળા ]
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘तद् भेदविज्ञानम् अतीव भाव्यम्’’ (तत्) તે કારણથી (भेदविज्ञानम्) સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન ચૈતન્યસ્વરૂપનો અનુભવ (अतीव भाव्यम्) સર્વથા ઉપાદેય છે એમ માનીને અખંડિતધારાપ્રવાહરૂપ અનુભવ કરવાયોગ્ય છે. શાથી? ‘‘किल शुद्धात्मतत्त्वस्य उपलम्भात् एषः संवरः साक्षात् सम्पद्यते’’ (किल) નિશ્ચયથી (शुद्धात्मतत्त्वस्य) જીવના શુદ્ધસ્વરૂપની (उपलम्भात्) પ્રાપ્તિ થવાથી (एषः संवरः) નૂતન કર્મના આગમનરૂપ આસ્રવના નિરોધલક્ષણ સંવર (साक्षात् सम्पद्यते) સર્વથા પ્રકારે થાય છે; ‘‘सः भेदविज्ञानतः एव’’ (सः) શુદ્ધસ્વરૂપનું પ્રગટપણું (-પ્રાપ્તિ) (भेदविज्ञानतः) શુદ્ધસ્વરૂપના અનુભવથી (एव) નિશ્ચયથી થાય છે; ‘‘तस्मात्’’ તેથી ભેદવિજ્ઞાન પણ વિનાશિક છે તથાપિ ઉપાદેય છે. ૫ – ૧૨૯.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘इदम् भेदविज्ञानम् तावत् अच्छिन्नधारया भावयेत्’’ (इदम् भेदविज्ञानम्) પૂર્વોક્તલક્ષણ છે જે શુદ્ધસ્વરૂપનો અનુભવ, તેનો (तावत्) તેટલા કાળ સુધી (अच्छिन्नधारया) અખંડિતધારાપ્રવાહરૂપે (भावयेत्) આસ્વાદ કરવો ‘‘यावत् परात् च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते’’ (यावत्) કે જેટલા કાળમાં (परात् च्युत्वा) પરથી છૂટીને (ज्ञानं) આત્મા (ज्ञाने) શુદ્ધસ્વરૂપમાં (प्रतिष्ठते) એકરૂપ પરિણમે. ભાવાર્થ આમ છે કે — નિરંતર શુદ્ધસ્વરૂપનો અનુભવ કર્તવ્ય છે. જે કાળે સકળકર્મક્ષયલક્ષણ મોક્ષ થશે તે કાળે સમસ્ત વિકલ્પો સહજ જ છૂટી જશે. ત્યાં ભેદવિજ્ઞાન પણ એક વિકલ્પરૂપ છે, કેવળજ્ઞાનની માફક જીવનું શુદ્ધસ્વરૂપ નથી, તેથી સહજ જ વિનાશિક છે. ૬ – ૧૩૦.