Samaysar Kalash Tika (Gujarati). Shlok: 128-129.

< Previous Page   Next Page >


Page 118 of 269
PDF/HTML Page 140 of 291

 

૧૧૮

સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-

વડે? ‘‘बोधनेन’’ ભાવશ્રુતજ્ઞાન વડે. કેવું છે (ભાવશ્રુતજ્ઞાન)? ‘‘धारावाहिना’’ અખંડિતધારાપ્રવાહરૂપ નિરંતર પ્રવર્તે છે. ‘‘ध्रुवम्’’ આ વાત નિશ્ચિત છે. ૩૧૨૭.

(માલિની)
निजमहिमरतानां भेदविज्ञानशक्त्या
भवति नियतमेषां शुद्धतत्त्वोपलम्भः
अचलितमखिलान्यद्रव्यदूरेस्थितानां
भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः
।।४-१२८।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘एषां निजमहिमरतानां शुद्धतत्त्वोपलम्भः भवति’’ (एषां) આવા જે છે,કેવા? (निजमहिम) જીવના શુદ્ધસ્વરૂપપરિણમનમાં (रतानां) મગ્ન છે જે કોઈ,તેમને (शुद्धतत्त्वोपलम्भः भवति) સકળ કર્મથી રહિત અનંત ચતુષ્ટયે વિરાજમાન એવી જે આત્મવસ્તુ તેની પ્રાપ્તિ થાય છે; ‘‘नियतम्’’ અવશ્ય થાય છે. શા વડે થાય છે? ‘‘भेदविज्ञानशक्त्या’’ (भेदविज्ञान) સમસ્ત પરદ્રવ્યોથી આત્મસ્વરૂપ ભિન્ન છે એવા અનુભવરૂપ (शक्त्या) સામર્થ્ય વડે. ‘‘तस्मिन् सति कर्ममोक्षः भवति’’ (तस्मिन् सति) શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થતાં (कर्ममोक्षः भवति) કર્મક્ષય અર્થાત્ દ્રવ્યકર્મ- ભાવકર્મનો મૂળથી વિનાશ થાય છે. ‘‘अचलितम्’’ આવું દ્રવ્યનું સ્વરૂપ અટળ છે. કેવો છે કર્મક્ષય? ‘‘अक्षयः’’ આગામી અનંત કાળ પર્યંત બીજા કર્મનો બંધ થશે નહિ. કેવા જીવોને કર્મક્ષય થાય છે? ‘‘अखिलान्यद्रव्यदूरेस्थितानां’’ (अखिल) સમસ્ત એવાં જે (अन्यद्रव्य) પોતાના જીવદ્રવ્યથી ભિન્ન બધાં દ્રવ્યો, તેમનાથી (दूरेस्थितानां) સર્વ પ્રકારે ભિન્ન છે એવા જે જીવ, તેમને. ૪૧૨૮.

(ઉપજાતિ)
सम्पद्यते संवर एष साक्षा-
च्छुद्धात्मतत्त्वस्य किलोपलम्भात
स भेदविज्ञानत एव तस्मात
तद्भेदविज्ञानमतीव भाव्यम् ।।५-१२९।।