કહાનજૈનશાસ્ત્રમાળા ]
છે કે — શુદ્ધજ્ઞાનમાત્ર તથા રાગાદિ અશુદ્ધપણું – એ બંનેનો ભિન્નભિન્નપણે અનુભવ કરવાનું અતિ સૂક્ષ્મ છે, કેમ કે રાગાદિ અશુદ્ધપણું ચેતન જેવું દેખાય છે; તેથી અતિસૂક્ષ્મ દ્રષ્ટિથી, જેમ પાણી કાદવ સાથે મળવાથી મેલું થયું છે તોપણ સ્વરૂપનો અનુભવ કરતાં સ્વચ્છતામાત્ર પાણી છે, મેલું છે તે કાદવની ઉપાધિ છે, તેમ રાગાદિ પરિણામના કારણે જ્ઞાન અશુદ્ધ એમ દેખાય છે તોપણ જાણપણામાત્ર જ્ઞાન છે, રાગાદિ અશુદ્ધપણું ઉપાધિ છે.
સંતો અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિ જીવો (अधुना) વર્તમાન સમયમાં (इदं मोदध्वम्) શુદ્ધ- જ્ઞાનાનુભવને આસ્વાદો. કેવા છે સંતપુરુષો? ‘‘अध्यासिताः’’ શુદ્ધસ્વરૂપનો અનુભવ છે જીવન જેમનું, એવા છે. વળી કેવા છે? ‘‘द्वितीयच्युताः’’ હેય વસ્તુને અવલંબતા નથી. ૨ – ૧૨૬.
ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते ।
परपरिणतिरोधाच्छुद्धमेवाभ्युपैति ।।३-१२७।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘तत् अयम् आत्मा आत्मानम् शुद्धम् अभ्युपैति’’ (तत्) તે કારણથી (अयम् आत्मा) આ પ્રત્યક્ષ આત્મા અર્થાત્ જીવ (आत्मानम्) પોતાના સ્વરૂપને (शुद्धम्) શુદ્ધ અર્થાત્ જેટલાં છે દ્રવ્યકર્મ-ભાવકર્મ તેનાથી રહિત (अभ्युपैति) પામે છે. કેવો છે આત્મા? ‘‘उदयदात्मारामम्’’ (उदयत्) પ્રગટ થયેલ છે (आत्मा) પોતાનું દ્રવ્ય, એવો છે (आरामम्) નિવાસ જેનો, એવો છે. શા કારણથી શુદ્ધની પ્રાપ્તિ થાય છે? ‘‘परपरिणतिरोधात्’’ (परपरिणति) અશુદ્ધપણાના (रोधात्) વિનાશથી. અશુદ્ધપણાનો વિનાશ કઈ રીતે થાય છે તે કહે છે — ‘‘यदि आत्मा कथमपि शुद्धम् आत्मानम् उपलभमानः आस्ते’’ (यदि) જો (आत्मा) ચેતનદ્રવ્ય (कथमपि) કાળલબ્ધિ પામીને સમ્યકત્વપર્યાયરૂપ પરિણમતું થકું, (शुद्धम्) દ્રવ્યકર્મ-ભાવકર્મથી રહિત એવા (आत्मानम्) પોતાના સ્વરૂપને (उपलभमानः आस्ते) આસ્વાદતું થકું પ્રવર્તે છે તો. શા