૧૧૬
(संवर) બધ્યમાન કર્મનો નિરોધ, તેના ઉપરની (जय) જીતને લીધે (एकान्तावलिप्त) ‘મારાથી મોટો ત્રણ લોકમાં કોઈ નથી’ એવો થયો છે ગર્વ જેને એવું (आस्रव) ધારાપ્રવાહરૂપ કર્મનું આગમન, તેને (न्यक्कारात्) દૂર કરવારૂપ માનભંગના કારણથી. ભાવાર્થ આમ છે કે — આસ્રવ તથા સંવર પરસ્પર ઘણા જ વેરી છે, તેથી અનંત કાળથી સર્વ જીવરાશિ વિભાવમિથ્યાત્વપરિણતિરૂપ પરિણમે છે, તેથી શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ નથી; તેથી આસ્રવના સહારે સર્વ જીવ છે. કાળલબ્ધિ પામીને કોઈ આસન્નભવ્ય જીવ સમ્યક્ત્વરૂપ સ્વભાવપરિણતિએ પરિણમે છે, તેથી શુદ્ધ પ્રકાશ પ્રગટ થાય છે, તેથી કર્મનો આસ્રવ મટે છે; તેથી શુદ્ધ જ્ઞાનની જીત ઘટે છે. ૧ – ૧૨૫.
रन्तर्दारुणदारणेन परितो ज्ञानस्य रागस्य च ।
शुद्धज्ञानघनौघमेकमधुना सन्तो द्वितीयच्युताः ।।२-१२६।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘इदं भेदज्ञानम् उदेति’’ (इदं) પ્રત્યક્ષ એવું (भेदज्ञानम्) ભેદજ્ઞાન અર્થાત્ જીવના શુદ્ધસ્વરૂપનો અનુભવ (उदेति) પ્રગટ થાય છે. કેવું છે? ‘‘निर्मलम्’’ રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધપરિણતિથી રહિત છે. વળી કેવું છે? ‘‘शुद्धज्ञानघनौघम्’’ (शुद्धज्ञान) શુદ્ધસ્વરૂપનું ગ્રાહક જ્ઞાન, તેના (घन) સમૂહનો (ओघम्) પુંજ છે. વળી કેવું છે? ‘‘एकम्’’ સમસ્ત ભેદવિકલ્પથી રહિત છે. ભેદજ્ઞાન કઈ રીતે થાય છે તે કહે છે — ‘‘ज्ञानस्य रागस्य च द्वयोः विभागं परतः कृत्वा’’ (ज्ञानस्य) જ્ઞાનગુણમાત્ર (रागस्य च) અને અશુદ્ધ પરિણતિ — તે (द्वयोः) બંનેનું (विभागं) ભિન્નભિન્નપણું (परतः) એકબીજાથી (कृत्वा) કરીને ભેદજ્ઞાન પ્રગટ થાય છે. કેવાં છે તે બંને? ‘‘चैद्रूप्यं जडरूपतां च दधतोः’’ ચૈતન્યમાત્ર જીવનું સ્વરૂપ, જડત્વમાત્ર અશુદ્ધપણાનું સ્વરૂપ. શેના વડે ભિન્નપણું કર્યું? ‘‘अन्तर्दारुणदारणेन’’ (अन्तर्दारुण) અંતરંગ સૂક્ષ્મ અનુભવદ્રષ્ટિ, એવું છે (दारणेन) કરવત, તેના વડે. ભાવાર્થ આમ