न्यक्कारात्प्रतिलब्धनित्यविजयं सम्पादयत्संवरम् ।
ज्ज्योतिश्चिन्मयमुज्ज्वलं निजरसप्राग्भारमुज्जृम्भते ।।१-१२५।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘चिन्मयम् ज्योतिः उज्जृम्भते’’ (चित्) ચેતના, તે જ છે (मयम्) સ્વરૂપ જેનું એવી (ज्योतिः) જ્યોતિ અર્થાત્ પ્રકાશસ્વરૂપ વસ્તુ (उज्जृम्भते) પ્રગટ થાય છે. કેવી છે જ્યોતિ? ‘‘स्फु रत्’’ સર્વ કાળે પ્રગટ છે. વળી કેવી છે? ‘‘उज्ज्वलं’’ કર્મકલંકથી રહિત છે. વળી કેવી છે? ‘‘निजरसप्राग्भारम्’’ (निजरस) ચેતનગુણનો (प्राग्भारम्) સમૂહ છે. વળી કેવી છે? ‘‘पररूपतः व्यावृत्तं’’ (पररूपतः) જ્ઞેયાકારપરિણમનથી (व्यावृत्तं) પરાઙ્મુખ છે. ભાવાર્થ આમ છે કે — સકળ જ્ઞેયવસ્તુને જાણે છે, તદ્રૂપ થતી નથી, પોતાના સ્વરૂપે રહે છે. વળી કેવી છે? ‘‘स्वरूपे सम्यक् नियमितं’’ (स्वरूपे) જીવના શુદ્ધસ્વરૂપમાં (सम्यक्) જેવી છે તેવી (नियमितं) ગાઢપણે સ્થાપિત છે. વળી કેવી છે? ‘‘संवरम् सम्पादयत्’’ (संवरम्) સંવર અર્થાત્ ધારાપ્રવાહરૂપ આસ્રવે છે જ્ઞાનાવરણાદિ કર્મ તેનો નિરોધ (सम्पादयत्) તેની કરણશીલ છે. ભાવાર્થ આમ છે કે — અહીંથી માંડીને સંવરનું સ્વરૂપ કહે છે. કેવો છે સંવર? ‘‘प्रतिलब्धनित्यविजयं’’ (प्रतिलब्ध) પ્રાપ્ત કરી છે (नित्य) શાશ્વત (विजयं)જીત જેણે, એવો છે. શા કારણથી એવો છે? ‘‘आसंसारविरोधिसंवरजयैकान्ता- वलिप्तास्रवन्यक्कारात्’’ (आसंसार) અનંત કાળથી માંડીને (विरोधि) વેરી છે એવો જે