૧૧૪
સમયસાર-કલશ
પણ (स्फारैः) અનંતાનંતગણી છે. ભાવાર્થ આમ છે કે — દ્રવ્યો અનંત છે, તેમનાથી પર્યાયભેદ અનંતગણા છે. તે સમસ્ત જ્ઞેયોથી જ્ઞાનની અનંતગણી શક્તિ છે. એવો દ્રવ્યનો સ્વભાવ છે. વળી કેવું છે શુદ્ધ જ્ઞાન? ‘‘आलोकान्तात् अचलम्’’ સકળ કર્મોનો ક્ષય થતાં જેવું નીપજ્યું તેવું જ અનંત કાળ પર્યંત રહેશે, ક્યારેય અન્યથા થશે નહિ. વળી કેવું છે શુદ્ધ જ્ઞાન? ‘‘अतुलं’’ ત્રણ લોકમાં જેના સુખરૂપ પરિણમનનું દ્રષ્ટાંત નથી. — આવો શુદ્ધ જ્ઞાનપ્રકાશ પ્રગટ થયો. ૧૨ – ૧૨૪.