કહાનજૈનશાસ્ત્રમાળા ]
नित्योद्योतं किमपि परमं वस्तु सम्पश्यतोऽन्तः ।
नालोकान्तादचलमतुलं ज्ञानमुन्मग्नमेतत् ।।१२-१२४।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘एतत् ज्ञानम् उन्मग्नम्’’ (एतत्) જેવો કહ્યો છે તેવો શુદ્ધ (ज्ञानम्) શુદ્ધચૈતન્યપ્રકાશ (उन्मग्नम्) પ્રગટ થયો. જેને જ્ઞાન અર્થાત્ શુદ્ધચૈતન્યપ્રકાશ પ્રગટ થયો તે જીવ કેવો છે? ‘‘किमपि वस्तु अन्तः सम्पश्यतः’’ (किम् अपि वस्तु) નિર્વિકલ્પસત્તામાત્ર કોઈ વસ્તુ, તેને (अन्तः सम्पश्यतः) ભાવશ્રુતજ્ઞાન વડે પ્રત્યક્ષપણે અવલંબે છે. ભાવાર્થ આમ છે કે — શુદ્ધસ્વરૂપના અનુભવના કાળે જીવ કાષ્ઠની માફક જડ છે એમ પણ નથી, સામાન્યપણે સવિકલ્પી જીવની માફક વિકલ્પી પણ નથી, ભાવશ્રુતજ્ઞાન વડે કોઈ નિર્વિકલ્પવસ્તુમાત્રને અવલંબે છે; અવશ્ય અવલંબે છે. ‘‘परमं’’ આવા અવલંબનને વચનદ્વારથી કહેવાને સમર્થપણું નથી, તેથી કહી શકાય નહિ. કેવો છે શુદ્ધ જ્ઞાનપ્રકાશ? ‘‘नित्योद्योतं’’ અવિનાશી છે પ્રકાશ જેનો. શા કારણથી? ‘‘रागादीनां झगिति विगमात्’’ (रागादीनां) રાગ-દ્વેષ- મોહની જાતિના છે જેટલા અસંખ્યાત લોકમાત્ર અશુદ્ધપરિણામ તેમનો (झगिति विगमात्) તત્કાળ વિનાશ થવાથી. કેવા છે અશુદ્ધપરિણામ? ‘‘सर्वतः अपि आस्रवाणां’’ (सर्वतः अपि) સર્વથા પ્રકારે (आस्रवाणां) આસ્રવ એવું નામ – સંજ્ઞા છે જેમની, એવા છે. ભાવાર્થ આમ છે કે — જીવના અશુદ્ધ રાગાદિ પરિણામોને સાચું આસ્રવપણું ઘટે છે. તેમનું નિમિત્ત પામીને કર્મરૂપ આસ્રવે છે જે પુદ્ગલની વર્ગણાઓ તે તો અશુદ્ધપરિણામના સહારાની છે, તેથી તેમની શી વાત? પરિણામો શુદ્ધ થતાં તે સહજ જ મટે છે. વળી કેવું છે શુદ્ધજ્ઞાન? ‘‘सर्वभावान् प्लावयन्’’ (सर्वभावान्) જેટલી જ્ઞેય વસ્તુ અતીત-અનાગત-વર્તમાનપર્યાય સહિત છે તેમને (प्लावयन्) પોતામાં પ્રતિબિંબિત કરતું થકું. કોના વડે? ‘‘स्वरसविसरैः’’ (स्वरस) ચિદ્રૂપ ગુણ, તેની (विसरैः) અનંત શક્તિ, તેના વડે. કેવી છે તે? ‘‘स्फारस्फारैः’’ (स्फार) અનંત શક્તિ, તેનાથી