કહાનજૈનશાસ્ત્રમાળા ]
स्वस्मिन्नास्ते विरमति परात्सर्वतो रागयोगात् ।।४-१३६।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘सम्यग्द्रष्टेः नियतं ज्ञानवैराग्यशक्तिः भवति’’ (सम्यग्द्रष्टेः) દ્રવ્યરૂપે મિથ્યાત્વકર્મ ઉપશમ્યું છે જેને, ભાવરૂપે શુદ્ધ સમ્યક્ત્વભાવરૂપ પરિણમ્યો છે જે જીવ, તેને (ज्ञान) શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ જાણપણું અને (वैराग्य) જેટલાં પરદ્રવ્ય — દ્રવ્યકર્મરૂપ, ભાવકર્મરૂપ, નોકર્મરૂપ — જ્ઞેયરૂપ છે તે સમસ્ત પરદ્રવ્યોનો સર્વ પ્રકારે ત્યાગ — (शक्तिः) એવી બે શક્તિઓ (नियतं भवति) અવશ્ય હોય છે – સર્વથા હોય છે; [બંને શક્તિઓ જે રીતે હોય છે તે કહે છે — ] ‘‘यस्मात् अयं स्वस्मिन् आस्ते परात् सर्वतः रागयोगात् विरमति’’ (यस्मात्) કારણ કે (अयं) સમ્યગ્દ્રષ્ટિ (स्वस्मिन् आस्ते) સહજ જ શુદ્ધસ્વરૂપમાં અનુભવરૂપ હોય છે તથા (परात् रागयोगात्) પુદ્ગલદ્રવ્યની ઉપાધિથી છે જેટલી રાગાદિ અશુદ્ધપરિણતિ, તેનાથી (सर्वतः विरमति) સર્વ પ્રકારે રહિત હોય છે. ભાવાર્થ આમ છે કે — આવું લક્ષણ સમ્યગ્દ્રષ્ટિ જીવને અવશ્ય હોય છે. આવું લક્ષણ હોતાં અવશ્ય વૈરાગ્ય ગુણ છે. શું કરીને એવો હોય છે? ‘‘स्वं परं च इदं व्यतिकरम् तत्त्वतः ज्ञात्वा’’ (स्वं) શુદ્ધ ચૈતન્યમાત્ર મારું સ્વરૂપ છે, (परं) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મનો વિસ્તાર પરાયો — પુદ્ગલદ્રવ્યનો છે, (इदं व्यतिकरम्) એવું વિવરણ (तत्त्वतः ज्ञात्वा) કહેવા માટે નથી, વસ્તુસ્વરૂપ એવું જ છે એમ અનુભવરૂપ જાણે છે સમ્યગ્દ્રષ્ટિ જીવ, તેથી જ્ઞાનશક્તિ છે. હવે આટલું કરે છે સમ્યગ્દ્રષ્ટિ જીવ તે શાને માટે? ઉત્તર આમ છે — ‘‘स्वं वस्तुत्वं कलयितुम्’’ (स्वं वस्तुत्वं) પોતાનું શુદ્ધપણું, તેના (कलयितुम्) નિરંતર અભ્યાસ માટે અર્થાત્ વસ્તુની પ્રાપ્તિને માટે. તે વસ્તુની પ્રાપ્તિ શાનાથી થાય છે? ‘‘स्वान्यरूपाप्तिमुक्त्या’’ પોતાના શુદ્ધ સ્વરૂપનો લાભ, પરદ્રવ્યનો સર્વથા ત્યાગ, — એવા કારણથી. ૪ – ૧૩૬.