૧૨૬
आत्मानात्मावगमविरहात्सन्ति सम्यक्त्वरिक्ताः ।।५-१३७।।
ખંડાન્વય સહિત અર્થઃ — આ પ્રસંગે એમ કહે છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવને વિષય ભોગવતાં કર્મનો બંધ નથી; ત્યાં કારણ એમ છે કે સમ્યગ્દ્રષ્ટિના પરિણામ ઘણા જ લૂખા છે, તેથી ભોગ એવો લાગે છે જાણે કોઈ રોગનો ઉપસર્ગ થતો હોય; તેથી કર્મનો બંધ નથી, એમ જ છે. જે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ પાંચ ઇન્દ્રિયોના વિષયના સુખને ભોગવે છે તેઓ પરિણામોથી ચીકણા છે, મિથ્યાત્વભાવના એવા જ પરિણામ છે, સહારો કોનો છે? ત્યાં તે જીવો એવું માને છે કે ‘અમે પણ સમ્યગ્દ્રષ્ટિ છીએ, અમારે પણ વિષયસુખ ભોગવતાં કર્મનો બંધ નથી;’ પરંતુ તે જીવો ભ્રાન્તિમાં પડ્યા છે, તેમને કર્મનો બંધ અવશ્ય છે, તેથી તે જીવો મિથ્યાદ્રષ્ટિ અવશ્ય છે. મિથ્યાત્વભાવ વિના કર્મની સામગ્રીમાં પ્રીતિ ઊપજતી નથી એમ કહે છે — ‘‘ते रागिणः अद्यापि पापाः’’ (ते) મિથ્યાદ્રષ્ટિ જીવરાશિ (रागिणः) શરીર-પંચેન્દ્રિયના ભોગસુખમાં અવશ્ય રંજિત છે, (अद्यापि) કરોડ ઉપાય જો કરે અનંત કાળ પર્યંત તોપણ (पापाः) પાપમય છે, જ્ઞાનાવરણાદિ કર્મબંધને કરે છે, મહાનિન્દ્ય છે. શા કારણથી એવો છે? ‘‘यतः सम्यक्त्वरिक्ताः सन्ति’’ (यतः) કારણ કે વિષયસુખરંજિત છે જેટલો જીવરાશિ તે, (सम्यक्त्वरिक्ताः सन्ति) શુદ્ધાત્મસ્વરૂપના અનુભવથી શૂન્ય છે. શા કારણથી? ‘‘आत्मानात्मावगमविरहात्’’ (आत्म) શુદ્ધ ચૈતન્ય વસ્તુ, (अनात्म) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ, તેમનું (अवगम) હેય- ઉપાદેયરૂપે ભિન્નપણારૂપ જાણપણું, તેનું (विरहात्) શૂન્યપણું હોવાથી. ભાવાર્થ આમ છે કે — મિથ્યાદ્રષ્ટિ જીવને શુદ્ધ વસ્તુના અનુભવની શક્તિ હોતી નથી એવો નિયમ છે, તેથી મિથ્યાદ્રષ્ટિ જીવ કર્મનો ઉદય પોતારૂપ જાણીને અનુભવે છે, પર્યાયમાત્રમાં અત્યંત રત છે; તે કારણે મિથ્યાદ્રષ્ટિ સર્વથા રાગી હોય છે, રાગી હોવાથી