૧૩૦
શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન, કેવળજ્ઞાન – એવા ભેદવિકલ્પ બધા જૂઠા છે; જ્ઞેયની ઉપાધિથી મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય, કેવળ – એવા વિકલ્પ ઊપજ્યા છે, કારણ કે જ્ઞેયવસ્તુ નાના પ્રકારે છે; જેવા જ્ઞેયનો જ્ઞાયક થાય છે તેવું જ નામ પામે છે, વસ્તુસ્વરૂપનો વિચાર કરતાં જ્ઞાનમાત્ર છે, નામ ધરવું બધું જૂઠું છે; — આવો અનુભવ શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે; ‘‘किल’’ નિશ્ચયથી એમ જ છે. કેવો છે અનુભવશીલ આત્મા? ‘‘एकज्ञायकभावनिर्भरमहास्वादं समासादयन्’’ (एक) નિર્વિકલ્પ એવું જે (ज्ञायकभाव) ચેતનદ્રવ્ય, તેમાં (निर्भर) અત્યંત મગ્નપણું, તેનાથી થયું છે (महास्वादं) અનાકુળલક્ષણ સૌખ્ય, તેને (समासादयन्) આસ્વાદતો થકો. વળી કેવો છે? ‘‘द्वन्द्वमयं स्वादं विधातुम् असहः’’ (द्वन्द्वमयं) કર્મના સંયોગથી થયેલ છે વિકલ્પરૂપ, આકુળતારૂપ (स्वादं) સ્વાદ અર્થાત્ અજ્ઞાની જન સુખ કરીને માને છે પરંતુ દુઃખરૂપ છે એવું જે ઇન્દ્રિયવિષયજનિત સુખ, તેને (विधातुम्) અંગીકાર કરવાને (असहः) અસમર્થ છે. ભાવાર્થ આમ છે કે — વિષય-કષાયને દુઃખરૂપ જાણે છે. વળી કેવો છે? ‘‘स्वां वस्तुवृत्तिं विदन्’’ (स्वां) પોતાના દ્રવ્યસંબંધી (वस्तुवृत्तिं) આત્માનું શુદ્ધ સ્વરૂપ, તેની સાથે (विदन्) તદ્રૂપ પરિણમતો થકો. વળી કેવો છે? ‘‘आत्मात्मानुभवानुभावविवशः’’ (आत्मा) ચેતનદ્રવ્ય, તેના (आत्मानुभव) આસ્વાદના (अनुभाव) મહિમા વડે (विवशः) ગોચર છે. વળી કેવો છે? ‘‘विशेषोदयं भ्रश्यत्’’ (विशेष) જ્ઞાનપર્યાય દ્વારા (उदयं) નાના પ્રકારો, તેમને (भ्रश्यत्) મટાડતો થકો. વળી કેવો છે? ‘‘सामान्यं कलयन्’’ (सामान्यं) નિર્ભેદ સત્તામાત્ર વસ્તુનો (कलयन्) અનુભવ કરતો થકો. ૮ – ૧૪૦.
अच्छाच्छाः स्वयमुच्छलन्ति यदिमाः संवेदनव्यक्तयो निष्पीताखिलभावमण्डलरसप्राग्भारमत्ता इव ।
यस्याभिन्नरसः स एष भगवानेकोऽप्यनेकीभवन् वल्गत्युत्कलिकाभिरद्भुतनिधिश्चैतन्यरत्नाकरः ।।९-१४१।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘सः एषः चैतन्यरत्नाकरः’’ (सः एषः) જેનું