૧૩૨
ગઈ છે (अखिल) સમસ્ત (भाव) — જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ, આકાશ એવાં સમસ્ત — દ્રવ્યના (मण्डल) અતીત-અનાગત-વર્તમાન અનંત પર્યાયરૂપી (रस) રસાયણભૂત દિવ્ય ઔષધિ તેના (प्राग्भार) સમૂહ વડે (मत्ताः इव) મગ્ન થઈ છે, એવી છે. ભાવાર્થ આમ છે કે — કોઈ પરમ રસાયણભૂત દિવ્ય ઔષધિ પીએ છે તો સર્વાંગ તરંગાવલિ જેવું ઊપજે છે, તેવી રીતે સમસ્ત દ્રવ્યોને જાણવામાં સમર્થ છે જ્ઞાન, તેથી સર્વાંગ આનંદતરંગાવલિથી ગર્ભિત છે. ૯ – ૧૪૧.
किॢश्यन्तां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरम् ।
ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमन्ते न हि ।।१०-१४२।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘परे इदं ज्ञानं ज्ञानगुणं विना प्राप्तुं कथम् अपि न हि क्षमन्ते’’ (परे) શુદ્ધસ્વરૂપ-અનુભવથી ભ્રષ્ટ છે જે જીવ તે, (इदं ज्ञानं) પૂર્વે જ કહેલ છે સમસ્ત ભેદવિકલ્પથી રહિત જ્ઞાનમાત્ર વસ્તુ તેને (ज्ञानगुणं विना) શુદ્ધસ્વરૂપ-અનુભવશક્તિ વિના (प्राप्तुं) પ્રાપ્ત કરવાને, (कथम् अपि) હજાર ઉપાય કરવામાં આવે તોપણ, (न हि क्षमन्ते) નિશ્ચયથી સમર્થ થતા નથી. કેવું છે જ્ઞાનપદ? ‘‘साक्षात् मोक्षः’’ પ્રત્યક્ષપણે સર્વથા પ્રકારે મોક્ષસ્વરૂપ છે. વળી કેવું છે? ‘‘निरामयपदं’’ જેટલા ઉપદ્રવ-કલેશ છે તે સર્વથી રહિત છે. વળી કેવું છે? ‘‘स्वयं संवेद्यमानं’’ (स्वयं) પોતાથી (संवेद्यमानं) આસ્વાદ કરવાયોગ્ય છે. ભાવાર્થ આમ છે કે — જ્ઞાનગુણ જ્ઞાનગુણથી અનુભવયોગ્ય છે, કારણાન્તર દ્વારા જ્ઞાનગુણ ગ્રાહ્ય નથી. કેવો છે મિથ્યાદ્રષ્ટિ જીવરાશિ? ‘‘कर्मभिः क्लिश्यन्तां’’ (कर्मभिः) વિશુદ્ધ શુભોપયોગરૂપ પરિણામ, જૈનોક્ત સૂત્રોનું અધ્યયન, જીવાદિ દ્રવ્યોના સ્વરૂપનું વારંવાર સ્મરણ, પંચપરમેષ્ઠીની ભક્તિ ઇત્યાદિ છે જે અનેક ક્રિયાભેદ તે વડે (क्लिश्यन्ता) બહુ આક્ષેપ (આડંબર) કરે છે તો કરો, તથાપિ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થશે તે તો શુદ્ધ જ્ઞાન વડે થશે. કેવાં છે કરતૂત અર્થાત્ ક્રિયાભેદ? ‘‘स्वयम् एव